મોદીના ભાષણ પર ઈઝરાયેલમાં હોબાળો: વિપક્ષે આપી બહિષ્કારની ધમકી, જાણો કેમ નેતન્યાહુ સરકાર મુશ્કેલીમાં મુકાઈ?

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

PM મોદીના ઈઝરાયેલ પ્રવાસ પહેલા ‘નેસેટ’માં ખળભળાટ: પ્રોટોકોલના વિવાદમાં સામસામે આવ્યા નેતન્યાહુ અને વિપક્ષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ઈઝરાયેલ મુલાકાત પહેલા ત્યાંની સંસદ ‘નેસેટ’ (Knesset) માં ભારે રાજકીય હંગામો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના ઐતિહાસિક સંબોધન પહેલા ઈઝરાયેલની સત્તાધારી સરકાર અને વિપક્ષ વચ્ચે પ્રોટોકોલને લઈને તીવ્ર મતભેદો સર્જાયા છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે વિપક્ષે આ કાર્યક્રમના બહિષ્કારની ચીમકી પણ આપી દીધી છે.

ચીફ જસ્ટિસને આમંત્રણ નહીં મળતા વિવાદ વકર્યો

આ વિવાદનું મુખ્ય કારણ ઈઝરાયેલની સંસદના સ્પીકર અમીર ઓહાનાનો એક નિર્ણય છે. સ્પીકરે સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ (ચીફ જસ્ટિસ) યિત્ઝાક અમિતને પીએમ મોદીના સંબોધન કાર્યક્રમમાં આમંત્રિત કર્યા નથી. વિપક્ષનો આરોપ છે કે સ્પીકરનો આ નિર્ણય પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી ચીફ જસ્ટિસને સન્માનપૂર્વક બોલાવવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.

- Advertisement -

brila.jpg

વિપક્ષી નેતા યાયર લેપિડની ‘એકતા’ માટે અપીલ

ઈઝરાયેલના વિપક્ષી નેતા યાયર લેપિડ (Yair Lapid) પીએમ મોદીના પ્રશંસક માનવામાં આવે છે. તેમણે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નેતન્યાહુને અપીલ કરતા લખ્યું કે, “જ્યારે ભારત જેવા મહાન મિત્ર અને સહયોગી દેશના નેતા આપણી મહેમાનગતિ માણી રહ્યા હોય, ત્યારે દુનિયાએ આપણને એકજૂથ જોવા જોઈએ.” તેમણે નેતન્યાહુને વિનંતી કરી છે કે તેઓ આ રાજકીય ગતિરોધ ઉકેલે જેથી પીએમ મોદીના સ્વાગતમાં આખું ઈઝરાયેલ સાથે ઉભું રહી શકે.

- Advertisement -

સ્પીકરનો વળતો પ્રહાર: “ખાલી સીટો ભરી દેવાશે”

બીજી તરફ, નેસેટના સ્પીકર અમીર ઓહાના પોતાના નિર્ણય પર મક્કમ છે. વિપક્ષની બહિષ્કારની ધમકી પર તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, જો વિપક્ષી સાંસદો હાજર નહીં રહે તો સંસદની ખાલી બેઠકો પર પૂર્વ સાંસદોને આમંત્રિત કરીને ભરી દેવામાં આવશે. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેની આ ખેંચતાણે પીએમ મોદીના આગમન પહેલા તેલ-અવીવના રાજકારણમાં ગરમી લાવી દીધી છે.

pm modi0.jpg

ભારતીય વિપક્ષની માંગ: ‘ગાઝાના ન્યાય’ પર બોલે મોદી

ભારત તરફથી પણ આ મુલાકાતને લઈને પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પાસે માંગ કરી છે કે તેઓ ઈઝરાયેલની સંસદમાં ગાઝામાં માર્યા ગયેલા હજારો નિર્દોષ લોકોનો મુદ્દો ઉઠાવે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત તેના ઈતિહાસ મુજબ હંમેશા સત્ય અને ન્યાયની સાથે ઊભું રહેશે અન પીએમ મોદી ત્યાં ન્યાયનો અવાજ બુલંદ કરશે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.