ગુજરાતમાં વર્ષે 500 કરોડનો દારૂ ઠાલવતી ગેંગનો માસ્ટરમાઇન્ડ અને મર્ડર કેસનો આરોપી જોગીન્દરસિંઘ ઉર્ફે ફૌજીની હાલ વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચમાં છે જ્યાં તે બિન્દાસ લાકડાના બાંકડા ઉપર બેઠો હોવાનો ફોટો પોલીસ કામગીરી ઉપર અનેક સવાલ ઉભા કરે છે.
જાણીતા ગુજરાતી મીડિયા હાઉસે આ ભાંડો ફોડયો છે અને પત્રકારે જે રીતે ગુપ્ત કેમેરામાં પોલીસ મથકની અંદરનું આ કવરેજ કરી લીધું અને જે હકીકત સામે આવી તે વાત ગંભીર ગૂના ના આરોપીને છવારવામાં આવતો હોવાની વાત છતી થઈ ગઈ છે જે વડોદરા પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઉભા કરે છે.
મહત્વનું છે કે રાજ્યમાં કરોડોનો દારૂનો ધંધો કરનાર જોગીન્દરસિંઘને વડોદરા પોલીસ મુકેશ હરજાણી મર્ડર કેસમાં 7 વર્ષ સુધી પકડી શકી ન હતી જેને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપ્યા બાદ ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચમાં લવાયો છે,જ્યાં તે બિન્દાસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલે જોગીન્દરસિંઘને ગત.તા. 17 નવેમ્બરે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર ઉપરથી ઝડપી પાડયો હતો જેને અમદાવાદ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં લવાયો હતો અને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
જોગીન્દર સિંગ ક્રાઈમબ્રાન્ચના બાંકડા ઉપર મસ્ત ચમ્પલ કાઢી આરામથી બેઠેલો ફોટો ક્લિક થયેલી આ તસવીર ઘણુંબધું કહી જાય છે.