વડોદરામાં ઉત્તરાયણ પર્વ અગાઉજ બે વ્યક્તિઓના કાતિલ દોરીથી ગળું કપાઈ જતા કમકમાટીભર્યા મોત થયાનું સામે આવ્યા બાદ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેંચતા વિક્રેતાઓ ઉપર પોલીસે ધોસ બોલાવતા આવા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમી આધારે પલાસવાડામાં દરબાર રેસિડેન્સી રહેતા અહેમદ અબ્દુલ રહેમાન ગોલાવાલાના ઘરે રેડ કરી તપાસ કરતા ઘરમાંથી પ્રતિબંધિત 420 નંગ પ્લાસ્ટિક ચાઈનીઝ દોરી મળી આવી હતી. જેની કિંમત રૂ. 1,26,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં ડભોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જે. વાઘેલાની સુચના મુજબ પીએસઆઇ એ. એન. પરમાર અને ડી સ્ટાફના પોલીસ જવાનો સાથે ભિલાપુર નજીક વાહન ચેકિંગ દરમ્યાનમાં મોટર સાયકલ ઉપર થેલામાં શંકાસ્પદ લઈ જતા બે ઇસમોને ઉભો રાખી તપાસ કરતા થેલામાંથી 20 નંગ મળી અવી હતી.
5000ની ચાઈનીઝ દોરી ઝડપી પોલીસે બંનેના નામ પૂછપરછ કરતા રવિભાઈ મગનભાઈ રાવળ, વડોદરા તથા જયેશભાઈ ગોરધનભાઈ રાવળ બંને રહેવાસી રાભીપુર નવીનગરી વડોદરાની સામે ગુનો દાખલ કરી મોટરસાયકલની કિંમત 10000 અને 5,000ની પ્લાસ્ટિક ચાઈનીઝ દોરી કુલ 15 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આમ પોલીસે વડોદરામાં ચાઈનીઝ દોરી વેંચતા ઇસમોને ઝડપી લેવાનું અભિયાન તેજ બનાવતા ઉત્તરાયણ ઉપર બે નંબરની ચાઈનીઝ દોરી વેચી લાખ્ખોની કમાણી કરતા તત્વો ફફડી ઉઠ્યા છે.