વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં હાલ એશિયાના સૌથી મોટા વિન્ટેજ કાર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી 4 વિન્ટેજ જીપ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ જીપ પૈકી એક જીપ ઇડરના રાજકુમાર સુર્યવીરસિંહની છે જ્યારે બે જીપ સુરતના એડ્વોકેટ કપિલ આહિરની છે અને ચાર જીપમાંથી 3 જીપને સચિનના નવાબ દ્વારા રી-સ્ટોર કરવામાં આવેલી છે.
આ ચારેય જીપ બીજા વિશ્વયુદ્ધમાં વર્ષ-1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવી હતી.
આ જીપકારનો ઉપયોગ 1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી (ડિફેન્સ) દ્વારા કરાતો હતો અને આ જીપ કાર બનાવવા માટે વીલીસ અને ફોર્ડ બે કંપનીઓ બનાવતી હતી. પાંચ વર્ષ ચાલેલાં વર્લ્ડ વોરમાં આ બન્ને કંપનીઓએ 5.70 લાખ જેટલી આ મોડેલની કારો બનાવી હતી. જેની ખાસીયત પણ અનેક ગણી છે. પાંચ વર્ષ બાદ આ જીપનું મેન્યુફેક્ચર બંધ કરી દેવાયું હતું. આ જીપને આજે રી સ્ટોર કરવામાં સાત વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. આ કારમાં જે સામાન હોવો જોઈએ તે જ નાંખવામાં આવ્યો છે. જે સામાન યુ.એસ કંપનીનો હતો. તેને ત્યાંથી જ ઈમ્પોર્ટ કરાયો છે
આ કારમાં માત્ર 3 ગીયર્સ, લેફ્ટ હેન્ડ સ્ટેયરીંગ, સ્પેશિયલ વાયરલેશ સેટ, એન્ટિ એરક્રાફ્ટ ગન, વીંચ સીસ્ટમ (1100 કિલોગ્રામ વજન ખેંચી શકે તેટલો પાવર એન્જિન જનરેટ કરે છે), લેથ મશીન સિસ્ટમ, કોમ્બેડ વ્હીલ રીમ્સ-મીટર ગેજ ટ્રેન (જીપના ટાયર કાઢી નાંખી તેને ટ્રેનના ટ્રેક ઉપર પણ દોડાવી શકાય તેવી ડિઝાઈન વ્હીલ રીમની છે). 4 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન 57 એચ.પી જનરેટ કરે છે. આ જીપકારમાં માત્ર 6 વોટ્સ બેટરીનો ઉપયોગ થાય છે. ફોર વ્હીલ એન્જિન અને ફોર વ્હીલ બ્રેક ધરાવતી આ કાર કલાકના 60 માઈલ્સ એટલે 100 કિલોમીટરની ઝડપે ચાલે છે.