વડોદરાનું નામ ડ્રગ્સ કારોબારમાં ઇન્ટર નેશનલ કક્ષાએ બદનામ થઈ ચૂક્યું છેબઅને વારંવાર નશીલા પદાર્થોના કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે SOG પોલીસે અલકાપુરી વિસ્તારમાં આવેલા અગ્રસેન ભવન ગેસ્ટ હાઉસ પાસેથી બે આરોપીને 4.62 લાખની કિંમતના 3.80 કિલો ગ્રામ હસીસ(ચરસ)ના જથ્થા સાથે ઝડપી પાડતા નશીલા પદાર્થના વેચાણની હકીકત સામે આવી છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.
વિગતો મુજબ વડોદરામાં યાકુતપુરામાં રહેતો શાહનબાઝ ઉર્ફે શાનું શેખ નાનો તેની સફેદ કલરની મોપેડ લઈને અલકાપુરી ડી માર્ટની ગલીમાં અગ્રસે ભવન ગેસ્ટ હાઉસ પાસે એક બિહારી માણસ પાસેથી ચરસનો જથ્થો ખરીદી કરવા આવવાનો હોવાની વડોદરા SOGના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહને બાતમી મળતા SOGના પી.આઇ. સી.બી. ટંડેલે સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેડ કરી
સ્થળ પરથી શાહનવાઝ ઉર્ફ શાનુ સલીમ શેખ (રહે. લાલ અખાડા, સરસીયા તળાવ પાસે, યાકુતપુરા, વડોદરા)ને અને ચરસનો જથ્થો આપવા માટે આવેલા અઝીમુદ્દીન અહમદ અન્સારી (રહે. ડુમરા ગામ, તા. નબિગંજ થાણા, બિહાર)ને પણ ઝડપી લીધો હતો.
પોલીસે તેઓની પાસેથી રૂપિયા 4,62,038ની કિંમતનો 3.80 કિલો ગ્રામ હસીસ (ચરસ)નો જથ્થો કબજે કરવા સહિત વેચાણના રૂપિયાV 1,61,160 રોકડ, એક મોબાઇલ ફોન અને મોપેડ મળી કુલ રૂપિયા 7,03,198નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શાહનવાઝ ઉર્ફ શાનુ શેખ છેલ્લા પાંચ-છ માસથી બિહારી અઝમુદ્દીન અંન્સારી પાસેથી ચરસ ખરીદી પડીકીઓ બનાવીને વેચાણ કરતો હતો. શાહનવાઝ ઉર્ફ શાનુ શેખ સામે અગાઉ છાણી, સીટી તેમજ રાવપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદો નોંધાયેલી છે. ચરસની ડિલીવરી આપવા માટે આવેલ બિહારી અઝમુદ્દીન અગાઉ ચાર વખત વડોદરા આવ્યો હતો.
વડોદરામાં ચરસ વેચવા માટે આવેલો અઝમુદ્દીન અન્સારી તથા વોન્ટેડ ઇસ્માઇ ઉર્ફ અલ્લુ શેખ વર્ષ-2001માં વડોદરાના સિટી પોલીસના હાથે ચરસ સાથે ઝડપાયા હતા અને તે ગુનામાં 10 વર્ષની સજા ભોગ ચૂક્યા છે. અઝમુદ્દીન બિહાર ખાતે રહેતો ન હતો અને અગાઉ પકડાયેલા પ્રદિપ પાસેથી ચરસ ખરીદીને વિવિધ શહેરોમાં તેના એજન્ટો વેચતો હોવાનું ખુલ્યું છે.