વડોદરા શહેરમાં સામાન્ય જનતા જો ટ્રાફિકના નિયમ ભંગ કરેતો પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોનમાં ઉભેલા ટુ-વ્હીલર કે ફોરવીલ કાર ને નો પાર્કિંગ મેમો ફટકારવામાં આવે છે અથવા લોક કરે નહિતો ટોઇન કરીને વાહનને જમા લેવામાં આવે છે પણ બીજેપી કાર્યાલય બહાર ઉભેલા વાહનોમાં સાહેબની ગાડી પડી છે જેની સામે કોઈ નિયમ લાગતો નથી.
સામાન્ય રીતે કાયદો બધાને લાગુ પડે છે પણ અહીં કઈક ઊલટું જોવા મળી રહ્યુ છે.
વડોદરા શહેરમાં મનુભાઈ ટાવર ખાતે આવેલા બીજેપી કાર્યાલયની બહાર કેટલાક અધિકારીઓ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે દંડક હોય તેઓ નો પાર્કીંગ ઝોનમાં પોતાની કાર પાર્ક કરેલી જોવા મળી રહી છે ત્યારે સવાલ એ થાય કે શું જનતા માટેજ કાયદો લાગુ પડે છે?
શહેરમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા નો પાર્કિંગ ઝોન નક્કી કરવામાં આવે છે અને તેનો અમલ દરેક વ્યક્તિએ કરવાનો હોય છે આવા સમયે
શું વડોદરા ટ્રાફિક પોલીસ આ મામલે અધિકારી હોય તો પણ કાર્યવાહી કરશે ખરા? તે સવાલ વડોદરાની જનતામાં ચર્ચાઈ રહ્યો છે.
વડોદરામાં સામાન્ય જનતાને કાયદો બતાવતી પોલીસ ભાજપ કાર્યાલય પાસે કેમ ચૂપ?હકીકત જોઈ ચોંકી જશો@Vadcitypolice @CMOGuj @sanghaviharsh #Vadodara @GujaratPolice pic.twitter.com/rYfEaN2Iin
— SatyaDay (@satyadaypost) July 21, 2023