શાહ એન. એચ. કોમર્સ કોલેજની સુવર્ણ સિદ્ધિ: રાજ્યકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં વલસાડની ટીમ સ્ટેટ ચેમ્પિયન
ગુજરાત રાજ્ય રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની કચેરી અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સા ખેંચ બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વ્યારા ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યના વિવિધ ચાર ઝોનમાંથી વિજેતા થયેલી કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો.

વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહેલી શાહ એન. એચ. કોમર્સ કોલેજ, વલસાડની ઓપન વિભાગની બહેનોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બધી મેચોમાં એક તરફી મેચ જીતી સ્ટેટ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ખેલાડી બહેનોને કોચિંગ શારીરિક શિક્ષણ અધ્યાપક અને એન. સી. સી. ઓફિસર કેપ્ટન ડો. મુકેશભાઈ કે. પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું સાથે જ કોલેજના સિનિયર ખેલાડીઓએ મેહનત કરી હતી. ઈન્ચાર્જ આચાર્યશ્રી પ્રો. વિજયકુમાર ચાંપાનેરી, કોલેજ સત્તા મંડળના હોદ્દેદારો, તમામ ટીચીંગ, નોન ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.