વલસાડ ના કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે તા.10 નવેમ્બરે મંગળવારે મત ગણતરી થનાર છે ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
જ્યાં મત ગણતરી થવાની છે ત્યાં કપરાડાની સરકારી કોલેજ ખાતે હાલ ચૂસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, અહીં માઇક્રો ઓબ્ઝર્વર સહિત 64 જેટલા કર્મચારીઓ કાઉન્ટિંગની કામગીરી માટે રેડી પોઝીશન માં છે.કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને કોંગ્રેસના બાબુભાઇ વરઠા વચ્ચે સીધો જંગ હોય પરિણામો ઉપર સૌની મીટ મંડાયેલી છે અને ઉત્સુકતા સભર પરિણામો માટે નો માહોલ જોવા મળી રહ્યો છે. આ કામગીરી દરમ્યાન જિલ્લા કલેકટર સહિત ચૂંટણી વિભાગ ના અધિકારીઓ ડેપ્યુટી જિ.ચૂંટણી અધિકારી, ડીવાયએસપી, નોડલ અધિકારી, ઇવીએમ વીવીપેટ અને પ્રાયોજના અધિકારી સ્ટેન્ડ બાય છે. મતગણતરી કેન્દ્રમાં બે હોલ માં થશે. જેમાં કુલ 14 ટેબલ પર ગણતરી હાથ ધરાશે.કાઉન્ટિંગ સ્ટાફમાં 16 માઇક્રો ઓબ્ઝર્વર,16 ઓબ્ઝર્વર, 16 સુપરવાઇઝર અને 16 આસિસ્ટન્ટ સુપરવાઇઝર કામે લાગશે. કુલ 27 રાઉન્ડમાં કાઉન્ટિંગ ની કામગીરી પૂર્ણ થનાર હોવાનું સૂત્રો એ જણાવ્યુ હતુ. ભારતીય ચૂંટણી પંચના આદેશ હેઠળ કપરાડાની સરકારી વિનયન કોલેજના મતગણતરી કેન્દ્ર ઉપર હોલને કોરોના ની ગાઈડલાઈન મુજબ સેનેટારાઇઝ કરવા, ચૂંટણી સ્ટાફનું થર્મલ સ્ક્રીનિંગ કરવા,ફરજિયાત માસ્ક પહેરવા,હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા અને ફેસ શિલ્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપી દેવામાં આવી છે અને કાલે મંગળવારે ચિત્ર સ્પષ્ટ થશે.
Saturday, May 4