વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 46 કેસ નોંધાયા છે,વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 318 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 6 દર્દી દાખલ છે.
વડોદરામાં જ્યાં નવા કેસો નોંધાયા છે તે વિસ્તારોમાં ગોત્રી, અકોટા, ગોરવા, સમા, સુભાનપુરા, તાંદલજા, હરણી, જેતલપુર, માંજલપુર, નવીધરતી, પાણીગેટ, એકતાનગર, ભાયલી, ગાજરાવાડી, નવાપુરા, કપુરાઈ, સુદામાપુરી, થુવાવી, અંજેસર, સોખડા અને રણુ વિસ્તારનો સમાવેશ થાય છે.
આમ રાજ્યમાં સતત કોરોના ના કેસ વધવા લાગ્યા છે અને 3200 ઉપર આંકડો પહોંચી ગયો છે ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા હોય તંત્ર હરકતમાં આવ્યું છે.