વલસાડના 26 વર્ષીય જિમ ટ્રેનર દિવ્યેશ પટેલે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે રહી ગોલ્ડ મેડલ અને આંત૨રાષ્ટ્રીય કક્ષાએ મિસ્ટર યુનિવર્સમા બીજા ક્રમે રહી સિલ્વર મેડલ મેળવી ગુજરાત અને વલસાડનું ગૌરવ વધાર્યું છે.
વિગતો મુજબ વલસાડના નનકવાડા ખાતે રહેતા અને અબ્રામા વિસ્તારમાં એક જીમમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા દિવ્યેશ પટેલે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે યોજાયેલી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં સિનિયર મેન્સ ફિઝિકમાં સિલ્વર મેડલ સાથે બીજો ક્રમ મેળવી વલસાડ સહિત ગુજરાત નું ગૌરવ વધાર્યુ છે એટલુંજ નહિ પણ દિવ્યેશ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ પણ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમ મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે.
દિવ્યેશ પટેલે શરૂઆતમાં વલસાડમાં તા 20-02-2021 ના રોજ યોજાયેલી સેકન્ડ સ્ટીલ બોડી કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો જેમા મિસ્ટર વલસાડનું ટાઈટલ જીત્યા બાદ સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનમા વિજેતા બનતા ગુજરાત રાજય કક્ષાએ તા .26 માર્ચ 2022 ના રોજ ” શ્રી ગુજરાત” કોમ્પીટીશનમાં મિસ્ટર ગુજરાતનું બિરુદ મેળવ્યું હતું,અને ત્યારપછી તા .17 એપ્રિલથી તા 19 એપ્રિલ 2022 સુધી પુના શિવાજી સ્ટેડિયમ ખાતે મિ . યુનિવર્સ તથા ૬૨ – મી , નેશનલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો,જેમાં દેશ – વિદેશથી 500થી વધુ બોડી બિલ્ડર્સ સ્પર્ધકો વચ્ચે વલસાડ ખાતે એમ.ડી.જીમના ટ્રેનર દિવ્યેશ પટેલે સંદર દેખાવ કરી મિ. યુનિવર્સમાં મેન્સ ફિઝીક કેટેગરીમાં સિલ્વર મેડલ અને 62 મી મિ . ઈન્ડિયા સિનિયર મેન્સ ફિઝિક કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા રહયા હતા. તેમની આ સિધ્ધિ દરમિયાન એમ.ડી. ફિટનેશ જીમના સંચાલક મનિષ બલસારા અને ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડર્સ એસોસિએશનનો ખૂબજ સહકાર રહયો હોવાનું દિવ્યેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું.