રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં પણ ઉપરવાસના ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગ દ્વારા તા.17મીએ યલો એલર્ટ અપાયું છે હાલમાં ઉપરવાસના વરસાદ ને કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહે છે અને ઉપરથી તા.17મીએ ભારે વરસાદની અગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
વલસાડ જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરી ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણ વાળા વિસ્તારમાં વસતા લોકોને સાવધ રહેવા જણાવાયુ છે અને તંત્રની સુચનનો અમલ કરવા વિનંતી કરવામાં આવી છે.
ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે વલસાડની લોકમાતા ઔરંગા, પાર, કોલક, અને દમણગંગામાં પાણીનો ફ્લો વધતા નદીઓ બે કાંઠે વહી રહી છે અને વધુ વરસાદ ને કારણે કપરાડા, ધરમપુર અને વલસાડ તાલુકા ના 22 જેટલા પંચાયત હસ્તક ના રસ્તાઓ લો લેવલ ના બ્રિજ પર ઔરંગા નદી ના પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા વલસાડ ના 3 રસ્તાઓ, કપરાડાના 12 રસ્તાઓ બંધ તો ધરમપુર ના 7 રસ્તાઓ સહિત ઓવરટોપિંગ ના કારણે બંધ કરાયા છે.
બીજી તરફ મધુબન ડેમ માંથી 50 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદી માં છોડવામાં આવ્યું છે પરિણામે નદીઓ ભયજનક સપાટી એ વહી રહી છે.
ઉપરવાસ માં પડી રહેલ વરસાદ ઉપર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને વહીવટ તંત્ર નજર રાખી રહ્યું છે.દરમિયાન તા.17મી એ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે અપાયેલા યલો એલર્ટ ને લઈ કોઈપણ સ્થિતિ ને પહોચી વળવા વલસાડ માં એક NDRF સ્ટેડ બાય રાખવામાં આવી છે.