વલસાડ જિલ્લામાં સૌથી વધુ રેવેન્યુ ધરાવતી અને વસ્તીની દૃષ્ટ્રીએ પણ મોટી ગણાતી વાપી તાલુકાની ચણોદ ગ્રામ પંચાયતનું છ મહિનાથી વીજ બીલ ન ભરાતા અંદાજે રૂ.2.19 લાખ જેટલુ વીજ બીલ બાકી હોવાથી ડીજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવતા પંચાયત કચેરીમાં અંધારપટ થઈ ગયો હતો.
સૌથી વધુ બજેટ ધરાવતી ચણોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદો ચાલી રહ્યાં છે. પંચાયતની ચૂંટણી વખતે પણ બે જુથો વચ્ચે વિવાદ ઉભો થયો હતો.
વાપી તાલુકાની સૌથી મોટી પંચાયત હોવા છતાં વીજ જોડાણ કપાતા ભારે આશ્વર્ય ફેલાયું છે અને ગ્રામજનોમાં ભારે ચર્ચા ઉઠી છે.