વલસાડ જિલ્લા ની હોટલો માં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
વલસાડ માં અચાનક ચેકીંગ હાથ ધરાતા હોટલો માંથી ગેરકાયદે ડોમેસ્ટીક સિલિન્ડર અને અખાદ્ય જથ્થો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે અને કડક કાર્યવાહી હાથ ધરતા સબંધિત ધંધાર્થીઓ માં ફફડાટ ફેલાઈ ગયો છે.
DSO, SDM, મામલતદાર અને સ્ટાફ દ્વારા વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે પર આવેલ હોટલ વંશ તથા હોટલ હરે ક્રિષ્ણાની આકસ્મિક તપાસણી કરવામાં આવી જેમાં મળી આવેલ ડોમેસ્ટિક સિલિન્ડરો, મીસબ્રાંડેડ તથા અખાદ્ય પદાર્થો સીઝ કરવામાં આવ્યો હતો