વલસાડ ના ઇશ્ક મિજાજી શિક્ષકે ગુરુ શિષ્યા ના સબંધો ને લજવી વિદ્યાર્થિની ને કહેવાતા પ્રેમ માં ફસાવી તેની સાથે લગ્ન કરવાનો કોલ આપી શારીરિક સંબંધો બાંધ્યા બાદ શિક્ષકે અન્ય જગ્યા એ બીજી કન્યા સાથે લગ્ન કરવાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીની એ પોતાની ઈજ્જત લૂંટનાર શિક્ષક ના કરતૂતો અંગે ઘરમાં વાત કરી દેતા પીઠી ચોળીને અન્ય કન્યા સાથે લગ્ન કરવા જઈ રહેલા વરરાજા ની વિદ્યાર્થીની ના પરિવારજનો એ વલસાડ માં તેના ઘરે જઇ ધોલાઈ કરી વલસાડ પોલીસ મથક માં ઉંચકી ગયા હતા. જ્યાંથી તેને નવસારી લઈ જવાયો હતો.
વલસાડ નો મયુર રાણા નામનો આ શિક્ષક બીલીમોરા ની સ્કૂલ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેણે લગ્નની લાલચ આપી વિદ્યાર્થીની સાથે સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ કરાયો છે,જે બાદ શિક્ષક બીજી જગ્યાએ લગ્ન કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીના પરિવારજનોને ખબર પડતા શિક્ષકને તેના લગ્નના દિવસે જ ફટકાર્યો હતો. શિક્ષકને પીઠીના દિવસે જ વિદ્યાર્થિનીના પરિવારજનોએ માર મારતા મામલો બિચક્યો હતો. સાથે 22 વર્ષની વિદ્યાર્થિનીએ છીપવાડ વલસાડ ના શિક્ષક મયુર રાણા સામે ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ પોલીસે મયુર રાણાની ધરપકડ કરી છે.
બીલીમોરાની જાણીતી શાળાનો એક શિક્ષક વિદ્યાર્થિની ના ઘર માં તેમજ તિથલ માં તેમજ અલગ અલગ જગ્યા એ બોલાવીઅને શારીરીક સંબંધો બાંધતો હોવાની વાત સામે આવી છે વિદ્યાર્થિનીને અભ્યાસના બહાને બીલીમોરાથી વલસાડ બોલાવતો હતો. સમગ્ર બાબતની જાણ યુવતીના માતા-પિતાને થતાં શિક્ષકને બરાબર નો ફટકારતા બીજી યુવતી સાથે લગ્ન ના સપના જોતા શિક્ષક જેલભેગા થયા હતા.
આ ઘટના એ વલસાડ તેમજ બીલીમોરા માં ભારે ચકચાર જગાવી છે.