વલસાડ જિલ્લામાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે ત્યારે વિલ્સન હિલ પર આવતા પ્રવાસીઓ ને રોકવા સહિત કલેકટર આર.આર.રાવલે નિયમો નહીં પાળતા વિવિધ એકમો સામે પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, સત્યડે ડોટકોમ માં આવેલા અહેવાલો બાદ હરકત માં આવેલા તંત્ર એ તરત જ ધરમપુરના વિલ્સન હિલ સહિતના પર્યટન સ્થળોે ઉપર બપોરથી જ સહેલાણીઓને આવતા રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિલ્સન હિલ ઉપર હાલ માં કોરોના ની હાડમારી ને લઈ પર્યટકોને અહીં જાહેર માં મુલાકાત માટે પ્રતિબંધ હોવાછતાં અહીં સુરત સહિત ના વિસ્તારો માંથી મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા હતા જેઓ માસ્ક અને સોશયલ ડિસ્ટનીંગ નો અમલ કરતા ન હતા તેમજ મોડી રાત સુધી અહીં ખાણી પીણી ના ધંધા જોરશોરથી ચાલતા હતા તે અંગે સત્યડે દૈનિક, સત્યડે ડોટકોમ માં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર એ તેની ગંભીર નોંધ લઈ વિલ્સન હિલ ઉપર પ્રવાસીઓ ને આવવા ઉપર પ્રતિબંધ ફરમાવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
વલસાડ જિલ્લામાં કોરોના બેકાબુ બની રહ્યો છે અને અત્યાર સુધી કુલ 376 કોરોના પોઝિટિવ કેસો નોંધાઇ ચુક્યા છે અને કોરોના સંક્રમણ વધતું અટકાવવા જિલ્લા કલેકટરે અન્ય પગલાં પણભર્યા છે,જેમાં ઉદ્યોગો, કારખાના માં કામ કરતા કામદારો તથા સ્ટાફ દ્વારા કોવિડ-19ના નિયમોનું પાલન થાય છે કે નહિ તે માટે ત્વરિત ચેકિંગ માટે આદેશો આપ્યા છે. જિલ્લા કલેકટરે દરેક ઔદ્યોગિક એકમોને સરકાર ની ગાઈડલાઈન મુજબ વર્તવા જણાવી દીધું છે અને જો ચેકિંગ દરમિયાન ફેકટરીઓમાં 10થી વધુ કોરોના સંક્રમિત કેસ માલુમ પડશે તો તેવા યુનિટોને બંધ કરી દેવાનો કલેકટરે કડકઆદેશ કરતા નિયમો ભંગ કરી લોલમલોલ ચલાવતા એકમો માં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે
Sunday, May 5