વલસાડ નગરપાલિકા (Valsad Municipality) સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં ચોરીના બે આરોપીઓ પોઝિટિવ આવતા તેમને દાખલ કર્યા હતા જે બંને હોસ્પિટલમાથી ભાગી છૂટયા હતા. તેઓને ભીલાડ પોલીસની (Police) ટીમે મુંબઈથી બંનેને ઝડપી પાડીને વલસાડના કોવિદ રૂમમાં દાખલ કરી દીધા છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી (LCB) પોલીસની ટીમે સરીગામ ત્રણ રસ્તા પાસેથી ચોરીના બે આરોપી ઉમરગામ ભડારવાડમા રહેતા પ્રકાશ જયંતી ભંડારી અને સુનિલ તિલકરામ નીશાર બન્ને ઝડપાઈ ગયા હતા પોલીસે બન્ને પાસેથી રૂપિયા ૨.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે બંનેના કોરોના ટેસ્ટ કરાવતા બંનેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા જેના પગલે બંને વલસાડ નગરપાલિકાની હોસ્પિટલમાં કોવિદ રૂમમાં દાખલ કર્યા હતા બંનેની ટ્રીટમેન્ટ બરાબર ચાલતી હતી. ત્યારે બે દિવસ પહેલા અગાઉ આ બંને આરોપીઓ પોલીસ અને નસ ને ચસ્કો આપીને બન્ને જણા રાત્રે હોસ્પિટલ ની પાછળ ની બારી માંથી ચાદરના સાહારે અને નીચે ઉતરીને ફરાર થઈ ગયા હતા જેણી જાણ પોલીસ ને થતા વલસાડ જિલ્લાની (Valsad District) પોલીસ દોડતી થઇ ગઇ હતી વલસાડ રેલવે સ્ટેશન હાઇવે એસટી ડેપો આ તમામ જગ્યા પર નાકાબંધી કરી દીધી હતી પણ બન્ને આરોપી ઝડપાયા ન હતા પોલીસનું નાક કપાઈ ગયું હતું.
જ્યારે આજરોજ વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વનાર તથા તેમની ટીમે બાતમીના આધારે બંને આરોપીઓ મુંબઈમાં હોય કોલ ટેસ્ટના આધારે બંને આરોપીઓને મુંબઈ થી પોલીસે ઝડપી પાડયા હતા બંને વલસાડ લાવી ને વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં કોવિદ રૂમમાં પોલીસ બંદોબસ્ત સાથે બંને દાખલ કરી દીધા હતા પોલીસે રાહતનો દમ લીધો હતો.
દમણમાં ફક્ત 2 કોરોના પોઝેટીવ કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 121 ઉપર
દમણ – તા. 24, સંઘ પ્રદેશ દમણમાં સોમવારનાં રોજ ફક્ત 2 કોરોના પોઝેટીવ કેસ નોંધાવા પામ્યા હતા. જેને લઈ એક્ટિવ કોરોના પોઝેટીવ કેસની સંખ્યા હવે 121 જેટલી જ રહેવા પામી છે. આજરોજ વધુ 17 દર્દીઓ સાજા થઈ જતા તેમને હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 843 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ પોતાના ઘરે જવામાં સફળ રહ્યા છે. જ્યારે અગાઉ એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજવા પામ્યું હતું. સોમવારનાં રોજ એક પણ કન્ટેઈનમેન્ટ ઝોન નોંધાવા પામ્યો ન હતો. જેને લઈ હવે દમણમાં ફક્ત 68 જેટલા જ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થવા પામ્યા છે