આવતીકાલથી કેટલીક આંશીક રાહતો સાથે દેશભરમાં લોકડાઉન 3 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં શું ખુલ્લું રહેશે અને શું બંધ તે અંગે કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
આ તમામ વસ્તુઓ બંધ રહેશે.
જિલ્લાના તમામ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ, જીમ, સ્પા, મસાજ પાર્લર, સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, પાન, ગુટખા, મસાલા, તંબાકુ, સિગારેટની દુકાનો-ગલ્લા બંધ રહેશે.
આ સિવાયની તમામ દુકાનો ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ કરી શકાશે. શહેરી વિસ્તારમાં માર્કેટ પ્લેસીસ તરીકે નક્કી કરાયેલા વિસ્તારોમાં આવેલ દુકાનો, શોપીંગ કોમ્પલેક્ષો ખોલવા મંજુરી ન અપાઈ. રાત્રે ૭-૦૦ થી સવારે ૭-૦૦ સુધી તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ. રીક્ષાઓ બંધ રહેશે.