જિલ્લાના 6 તાલુકાની 14 ટીમોએ ભાગ લેતા 200 વકીલો એકત્રિત થયા
પારડી વકીલ મંડળ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન પરડીના ઓરવાડ હઈવે પર આવેલ એક મેદાન પર કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાના પારડી. વાપી.વલસાડ.કપરાડા અને ઉમરગામ વકીલ મંડળો ની ટીમ મળી કુલ 14 ટીમો મેદાનમાં ઉતરી હતી ટુર્નામેન્ટ સ્વ.પરસોત્તમ ભગતના સ્મરણથે રમાડવામાં આવી હતી જિલ્લામાંથી 200 વકીલો આજે પારડીમાં ભેગા થયા હતા ટુર્નામેન્ટની ફાઇનલમાં વાપી વકીલ અને પારડી વકીલ વચ્ચે રમાઈ હતી જેમાં વાપી ઇલેવન વકીલ મંડળ ની ટીમ વેજેતા બની હતી જ્યારે રનર્સઅપ માં પારડી વકીલ ની ટીમ બંને ને ટ્રોફી એનાયત પારડી ભરતભાઇ પટેલ વલસાડના સિનિયર વકીલ પી.ડી.પટેલ ધર્મીન શાહ. મહેશ ભટ્ટ.હિતેશ પટેલ મનીષ ભગત.અજિત પટેલ નિલેશ પટેલ વગેરે ના હસ્તે આપવામાં આવી હતી વિજેતા થયેલ વાપીની ટીમને વલસાડના વકીલ પી.ડી.પટેલે અભિનંદન આપ્યા હતા .