Valsad: વલસાડ નજીક અતુલ ગામમાં આવેલી અતુલ લિમિટેડ કંપનીનાં સિક્યુરીટી ટીમ દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનાં હેતુથી અતુલ ફર્સ્ટ ગેટથી હિલ સાઈડ કોલોની-૫ સુધી સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિક્યુરીટી ટીમનાં આસિસ્ટંટ મેનેજર શ્રી રામસ્વરૂપ રાયકાનાં જણાવ્યા મુજબ કંપનીની સુરક્ષા માટે સિક્યુરીટી ટીમ સ્વસ્થ હોવી ખુબ જરૂરી છે. તેથી ટીમમાં અને લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનાં હેતુથી અતુલ ફર્સ્ટ ગેટથી હિલ સાઈડ કોલોની-૫ સુધી સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ટીમ મેમ્બર્સે ભાગ લીધો હતો.