Valsad: પારડી શ્રી વલ્લભસંસ્કાર ધામ ડે બોર્ડિગ શાળામાં ‘ 2024 – 25 ના નવા શૈક્ષણિક કાર્યના ’ આરંભ ઉત્સાહપૂર્વક અને આનંદ ઉલ્લાસથી કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના વરદ્હસ્તે માતા સરસ્વતીની પૂજા – અર્ચના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. નાના નાના ભૂલકાઓના સ્વાગત માટે શિક્ષકોએ મિકી માઉસ અને ડોરેમોન નો વેશ ધારણ કર્યો તેમજ કાર્ટૂન પ્રકારનું અવનંવુ વર્તન જોઈ બાળકોના આનંદનો પાર ના રહ્યો. આ ઉપરાંત શિક્ષકોએ વિદ્યાર્થીઓના સ્વાગત માટે સરસ મજાની પ્રાર્થના , સ્વાગત ગીત , સ્વાગત નૃત્યની પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમને રોમાંચિત બનાવી દીધો. તદ્ઉપરાંત આજના વિદ્યાર્થીઓના માનસપટને સમજી શિક્ષકોએ નાટક રજૂ કરી વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી થાય તેવો સંદેશો આપ્યો.
- શિક્ષકોએ મિકી માઉસ અને ડોરેમોન નો વેશ ધારણ કરી નાના નાના ભૂલકાઓનું સ્વાગત કર્યું
શાળામાં નવા આવેલા વિદ્યાર્થીઓને શાળા તરફથી બેચ , નાની ભેટ તેમજ બાળકોમાં પશું – પક્ષીઓ પ્રત્યે પ્રેમની લાગણી ઉજાગર કરવા માટે ‘ ચકલી ઘર’ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે પારડીના મામલતદાર કિરણસિંઘ રાણા અને રેન્જ ફોરેસ્ટના ઑફિસર અભિજીતસિંઘ રાઠોડ ઉપસ્થિત રહ્યા. તેઓ દ્વારા બાળકોને જીવનમાં વિદ્યાનું મહત્વ તેમજ વિદ્યાર્થી તરીકે કેવા ગુણો હોવા જોઈએ વગેરે વિષય પર જ્ઞાન આપવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય દેવેન્દ્રસિંઘ દ્વારા બાળકોને આર્શીવચન આપી કાર્યક્રમને પૂણઁવિરામ મૂકવામાં આવ્યું.