વલસાડના પારડી તાલુકાના અરનાલા ખાતે આજ રોજ મોટા પાયે ધમધમતું જુગારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે, જેમાં વલસાડ તાલુકાના મોટા માથાઓ પોલીસ પકડમાં આવી ગયા છે, જેમાં પારડી બેન્કના ડાયરેક્ટર સહિત વાપીના ઉદ્યોગકારો અને ટ્રાન્સપોટરો મળીને મોટા માથાઓ જુગાર રમતા પકડાયા છે. પોલીસે તેમની પાસેથી 13 લાખનો જુગાર જપ્ત કર્યો છે.
આ તમામ ઝડપાયેલા લોકોની તરફેણમાં પોલીસ સ્ટેશને મોટા માથાઓ પહોંચી ગયા હતા. મશતી માહિતી પ્રમાણે તેઓ પારડીના અરનાલા ગામે જુગાર રમી રહ્યા હતા. મહત્વની વાત તો એ છે કે આ રેડમાં પોલીસના હાથે નામચીન ટ્રાન્સપોર્ટર , જમીન લે વેચનું કામ કરતા દલાલ અને ઉદ્યોગકારો પણ પકડાયા છે.
સુનિલ પરશોતમભાઈ પટેલ
જશવંતભાઈ લક્ષ્મભાઈ પટેલ
સતીષભાઈ મગજીભાઈ નાયકા
રમજાન કાસમ ખલીફા
ચૈતન્ય કનુભાઈ સોલંકી
તન્વીર એહેમદભાઈ વોરા
રવિભાઈ સાગરભાઈ પોધાર
પિયુષભાઈ પ્રકાશભાઈ પધાર
હિતેષભાઈ ધીરુભાઈ ઠક્કર
મુરલીધરસિંધ રામજીસિંધ ઠક્કર
રાજકુમાર સકલનારાયણ દુબે
નવનીત ડાકોરભાઈ દેસાઈ
અસ્પી સાવકશા સોઈ