વિરાટ કોહલીએ આપી શુભેચ્છા, લખ્યું “હમારો દબદબો યથાવત છે”આયુષ મ્હાત્રેની કેપ્ટન્સીમાં ભારત છઠ્ઠી વખત U-19 વર્લ્ડ કપ ચેમ્પિયન
ભારતીય ક્રિકેટ માટે ફરી એક ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. આયુષ મ્હાત્રેની કેપ્ટન્સીમાં ભારતીય અંડર-19 ટીમે 2026 નો ICC U-19 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત મેજબાનીમાં યોજાયેલા આ ટૂર્નામેન્ટમાં ભારતે એકપણ મેચ હાર્યા વિના શાનદાર અભિયાન પૂરું કરી છઠ્ઠી વખત વર્લ્ડ કપ પર કબ્જો કર્યો.
ફાઈનલ મુકાબલામાં ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને હતા, પરંતુ મેચમાં ભારતનું પ્રભુત્વ શરૂઆતથી અંત સુધી સ્પષ્ટ દેખાયું. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં વિશાળ 411 રન બનાવ્યા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની U-19 ટીમ માત્ર 311 રનમાં સીમિત રહી.
વિરાટ કોહલીની પ્રતિક્રિયા: “આપણું પ્રભુત્વ યથાવત”
ભારતની આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરી. તેણે પોસ્ટ કરતા લખ્યું:
“U-19 ભારતીય ટીમને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. એજ ગ્રુપ ક્રિકેટમાં અને તેના આગળ પણ આપણું દબદબો યથાવત છે. સમગ્ર ટીમ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.”
વિરાટ કોહલીની આ પોસ્ટ થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ અને લાખો ચાહકો દ્વારા તેને પસંદ કરવામાં આવી.
અશ્વિન પણ થયા ભાવુક
વિરાટ કોહલી ઉપરાંત, ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી. અશ્વિને લખ્યું કે આ અભિયાન પ્રતિભા, નિર્ભયતા અને આત્મવિશ્વાસથી ભરેલું રહ્યું. તેમણે કહ્યું કે આજના યુવા ખેલાડીઓએ બતાવી દીધું છે કે સફેદ બોલના ક્રિકેટમાં ભવિષ્ય કેટલું આક્રમક અને રોમાંચક બનવાનું છે.
અશ્વિને ખાસ કરીને આ ટીમના આત્મવિશ્વાસ અને કુશળતાની પ્રશંસા કરી અને લખ્યું કે આવનારા સમયમાં ક્રિકેટમાં પાર સ્કોર કેટલા ઊંચા હશે, તે વિચારતા પણ ડર લાગે છે.
Congratulations to the U-19 Indian team for lifting the World Cup once again. Our domination in the age group cricket and beyond continues. Well done to the whole squad and the support staff. 👏🇮🇳
— Virat Kohli (@imVkohli) February 6, 2026
વૈભવ સૂર્યવંશી ટૂર્નામેન્ટનો સુપરસ્ટાર
U-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં વૈભવ સૂર્યવંશી ભારતીય જીતનો સૌથી મોટો નાયક સાબિત થયો. તેણે ઇંગ્લેન્ડ સામે ફાઈનલમાં 175 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને મેચનો રુખ સંપૂર્ણ રીતે ભારત તરફ વાળી દીધો.વૈભવે માત્ર રન જ નહીં બનાવ્યા, પરંતુ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એક એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તેની આક્રમક બેટિંગ સામે ઇંગ્લેન્ડના બોલરો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.
પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ
વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનને કારણે તેને ફાઈનલનો પ્લેયર ઓફ ધ મેચ તેમજ સમગ્ર ટૂર્નામેન્ટ માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો. તેની ઇનિંગ્સને ક્રિકેટ જગતમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
A flawless campaign powered by talent, fearlessness and audacity.
The white ball game keeps on moving rapidly and this batch of under – 19’s have shown us how much more they are willing to push with bat.
Incredible confidence and skill to be able to do what this @BCCI under 19… pic.twitter.com/IFeoLyApvg
— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 6, 2026
ભવિષ્ય માટે મજબૂત સંકેત
આ જીત માત્ર એક ટ્રોફી સુધી સીમિત નથી, પરંતુ તે ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે. આયુષ મ્હાત્રેની નેતૃત્વ ક્ષમતા, વૈભવ જેવા યુવા ખેલાડીઓની આક્રમકતા અને સમગ્ર ટીમની એકજૂટતા એ સાબિત કરે છે કે આવનારા વર્ષોમાં ભારતીય ક્રિકેટ વિશ્વ પર પોતાનું દબદબો જાળવી રાખશે.
