Video: પેટ્રોલ વગર કાર ચલાવવાની ‘નિન્જા ટેકનિક’! વીડિયો જોઈ તમે પણ કહેશો- આઈડિયા તો જોરદાર છે
આજના સમયમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે લોકો બળતણ બચાવવા માટે અવનવા રસ્તાઓ શોધતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો જ મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને અનોખી ‘સાયકલ વાળી કાર’ બનાવી છે. આ કારને ચલાવવા માટે એક પણ ટીપું તેલ ખર્ચવાની જરૂર પડતી નથી.
શું છે આ અનોખો જુગાડ?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ કારના આગળના બોનેટ પર સાયકલને એવી રીતે ફિટ કરી દીધી છે કે સાયકલ ચલાવવાથી આખી કાર ગતિ કરવા લાગે છે. વીડિયોમાં વ્યક્તિ સાયકલ પર બેસીને પેડલ મારતો જોવા મળે છે અને જેમ-જેમ તે પેડલ મારે છે, તેમ-તેમ કાર ધીમે-ધીમે આગળ વધે છે. આ અનોખો જુગાડ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે. આ કાર પેટ્રોલથી નહીં પણ સાયકલ ચલાવનારની શક્તિથી ચાલે છે.
Un-inventing a car
pic.twitter.com/zx2ZDKPgD1
— Science girl (@sciencegirl) March 12, 2026
સોશિયલ મીડિયા પર પ્રતિસાદ
આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @sciencegirl નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 13 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે. લોકો આ વીડિયો પર જાતભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નેટીઝન્સ આ વીડિયો જોઈને પેટ પકડીને હસી રહ્યા છે. કોઈએ આ વ્યક્તિને ‘જીનિયસ’ કહ્યો છે, તો કોઈએ તેને ‘સ્માર્ટ’ ગણાવ્યો છે. એક યુઝરે તો રમૂજમાં ત્યાં સુધી લખ્યું કે, “આને સાયકલ કહેવી કે કાર એ જ સમજાતું નથી!” જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે, “આ આઈડિયા ખરેખર અદભૂત છે, આનાથી પૈસા પણ બચશે અને કસરત પણ થશે.”