ડ્રગ્સ સામે મોદી સરકારની સૌથી મોટી કાર્યવાહી

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
5 Min Read

ઓપરેશન ટ્રાઇડેન્ટ: ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત, આસામ, મિઝોરમ અને મણિપુરમાં ૩૮ સ્થળો પર દરોડા પાડી આંતરરાષ્ટ્રીય નાર્કો-કાર્ટેલનો નાશ

ભારતીય સરહદોને સુરક્ષિત બનાવવા અને દેશના યુવાધન બરબાદ કરતા ડ્રગ્સના કાાળા કારોબારને જડમૂળમાંથી ઉખડી નાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક અત્યંત આક્રમક અને ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ ‘એક્સ’ પર માહિતી આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ડ્રગ્સ સામે એક વિશાળ અને નિર્ણાયક કાર્યવાહી શરૂ કરી છે, જેને ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ (Operation Trident) નામ આપવામાં આવ્યું છે.

ગયા ૨૩ ઑક્ટોબરના રોજ દેશની સુરક્ષા એજન્સીઓએ ઉત્તર પૂર્વના સંવેદનશીલ રાજ્યો એવા આસામ, મિઝોરમ અને મણિપુરમાં એકસાથે ૩૮ અલગ-અલગ સ્થળો પર આશ્ચર્યજનક દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત અને મેગા ઓપરેશનમાં એક મોટા આંતરરાષ્ટ્રીય નાર્કો-કાર્ટેલ અને ડ્રગ્સ સિન્ડિકેટનો સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

૧૦૦ કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ અને બેંક ખાતા ફ્રીઝ

ઓપરેશન ટ્રાઇડેન્ટ માત્ર ડ્રગ્સ જપ્ત કરવા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે ડ્રગ્સના ગેરકાયદે વેપારથી ઊભા થતા નાણાકીય સામ્રાજ્ય અને હવાલા નેટવર્ક પર સીધો પ્રહાર હતો. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારી વિગતો હાથ લાગી છે.

તપાસમાં અંદાજે ₹૧૦0 કરોડથી વધુના હવાલા વ્યવહારો (Hawala Transactions) બહાર આવ્યા છે, જેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થતો હતો. આ ગેરકાયદે નાણાકીય ચેઇનને તોડી નાખવા માટે તસ્કરો સાથે જોડાયેલા કુલ ૧,૪૨૪ બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, દરોડા દરમિયાન અંદાજે ₹૧૭.૮૨ કરોડની અપ્રાપ્ત સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, ૫૦૦ જેટલા ડેટોનેટર્સ અને શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી સાથે ₹૧૨ લાખ રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલા ૧૮ મુખ્ય તસ્કરો અને શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

- Advertisement -

‘ડેથ ટ્રાયેંગલ કોરિડોર’ દ્વારા ચાલતી નાપાક દાણચોરી

સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, આ સંગઠિત નેટવર્ક “ડેથ ટ્રાયેંગલ કોરિડોર” (Death Triangle Corridor) ના માધ્યમથી ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને માદક દ્રવ્યો અને ઘાતક પદાર્થોની દાણચોરી કરતું હતું. ઉત્તર પૂર્વના આ રાજ્યોને સેફ રૂટ તરીકે વાપરીને દેશના અન્ય ભાગોમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું.

આ કડક કાર્યવાહી એ વાતની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે કે ભારત સરકારે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૯ સુધીમાં દેશમાંથી દરેક પ્રકારના માદક દ્રવ્યોના નેટવર્કને સંપૂર્ણપણે નેનાનાબૂદ કરવાનો નિર્ધાર કર્યો છે. જ્યાં સુધી આ નાર્કો-કાર્ટેલ જડમૂળથી ખતમ નહીં થાય, ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા આ પ્રકારની આક્રમક કાર્યવાહી ચાલુ રહેશે.

- Advertisement -

શૂન્ય-સહિષ્ણુતા નીતિ અને સંયુક્ત એજન્સીઓની કામગીરી

ગૃહમંત્રી અમિત શાહે આ સફળ અભિયાન બદલ ત્રણેય રાજ્યોના પોલીસ દળો, સ્ટેટ ઇન્ટેલિજન્સ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સહિતની તમામ કેન્દ્રીય એજન્સીઓની સંયુક્ત ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે વર્તમાન સરકાર “ડ્રગ-મુક્ત ભારત” ના સંકલ્પને વરેલી છે અને માદક દ્રવ્યોના વેપાર સામે સરકાર ક્યારેય કોઈ ઢીલું વલણ નહીં અપનાવે.

આ ઓપરેશન એ વાત સાબિત કરે છે કે ડ્રગ સપ્લાય ચેઇન અને તેના આર્થિક સ્ત્રોતો બંનેને એકસાથે નેસ્તનાબૂદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો કેટલી ગંભીરતાથી કામ કરી રહી છે. આ કડક પગલાંથી અસામાજિક તત્વોમાં મોટો ભય ફેલાયો છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.