ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી ઉંચો ધ્વજ ફરકાવવાની જાણે હરીફાઈ જામી હોય તેમભારતની 418 ફૂટ ઉંચો તિરંગો ફરકાવવાની જાહેરાત સામે પાકિસ્તાને 500 ફૂટ ઉંચો ધ્વજ ફરકાવવા જાહેરાત કરી છે.
હકીકતમાં છ વર્ષ પહેલાજ આ રીતના હરીફાઈ જોવા મળી રહી છે.
હકીકતમાં 2017માં ભારતે અટારી-વાઘા બોર્ડર પર દક્ષિણ એશિયાનો સૌથી ઉંચો ધ્વજ ફરકાવ્યો હતો.
આ તિરંગાની ઊંચાઈ 360 ફૂટ હતી. જેનો ખર્ચ સાડા ત્રણ કરોડ થયો હતો. આ પછી પાકિસ્તાને ઘણી વખત ભારત પર તિરંગા દ્વારા જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો.
ત્યારબાદ થોડા મહિનાઓ બાદ પાકિસ્તાને અટારી-વાઘા બોર્ડર પર દક્ષિણ એશિયાનો સૌથી ઊંચો 400 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવ્યો હતો તેને તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ લહેરાવ્યો હતો. આ પછી, તે જ વર્ષે ભારતે સરહદ નજીક સંયુક્ત ચેકપોસ્ટ પર પાકિસ્તાનનો ધ્વજ કરતાં ઊંચો તિરંગો ફરકાવવા માટે 418 ફૂટનો ટાવર સ્થાપિત કર્યો હતો.
હવે ભારતને પાકિસ્તાનનો રેકોર્ડ તોડતા રોકવા માટે પાડોશી દેશે 500 ફૂટ ઉંચો ધ્વજ ફરકાવવાની જાહેરાત કરી દીધી છે.
અત્રે નોંધનીય છે કે તા.11 જુલાઈના રોજ, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનની મદદ માટે 2 બિલિયન યુએસ ડોલર ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ બીજા જ દિવસે UAEએ પણ પાકિસ્તાનને 1 અબજ ડોલરની મદદ કરતા પાકિસ્તાન પાસે પૈસા આવતા હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે 76માં સ્વતંત્રતા દિવસ એટલે કે તા. 14મી ઓગસ્ટના રોજ 500 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવવાનો નિર્ણય કર્યો છેતેનો ખર્ચ આશરે 40 કરોડ પાકિસ્તાની રૂપિયા થશે.