ટોક્યોના હનેદા એરપોર્ટ પર જાપાન એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. જાપાનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે પેસેન્જર પ્લેન સાથે અથડામણના અહેવાલ બાદ ક્રૂના પાંચ સભ્યો ગુમ છે અને પાયલટને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે.
બ્રોડકાસ્ટર એનએચકેએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડ પ્લેનમાં સવાર છમાંથી પાંચ લોકો કે જે પ્લેન સાથે અથડાયા હતા તે શોધી શકાયા નથી.
આગ લાગ્યા બાદ એરબસ પ્લેનમાં સવાર તમામ 379 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં આઠ બાળકો અને 12 ક્રૂ મેમ્બર સામેલ છે.
તસવીરોમાં બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે અને બચાવકર્મીઓ પ્લેન પર છંટકાવ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, આગ બુઝાવવા માટે 70 થી વધુ ફાયર એન્જિનો તૈનાત કરવામાં આવી છે.
અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિમાન ઉત્તરી જાપાની ટાપુ હોક્કાઇડો પરના સાપોરો એરપોર્ટથી પહોંચ્યું હતું. વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક હનેડા એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.