ટ્રમ્પે પરમાણુ હિથયારો બાબતે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવાં એવાં હિથયારો છે, જેની દુનિયાને ખબર જ નથી. જિનપિંગ અને પુતિને તો કલ્પના પણ નહીં કરી હોય કે અમેરિકા પાસે કેવા હિથયારો છે!
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિનિયર પત્રકાર બોબ વૂડવર્ડના પુસ્તક માટે આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવા પરમાણુ હિથયારો છે, જેની કલ્પના પણ દુનિયાએ કરી નહીં હોય. પુતિન-જિનપિંગે વિચાર્યું પણ નહીં હોય એવા અને એટલા હિથયારો અમેરિકન લશ્કર પાસે છે.
ટ્રમ્પના દાવા પ્રમાણે અમેરિકાના એક પણ પ્રમુખે એટલું પરમાણુ હિથયારો બનાવવાનું કામ નથી કર્યું, જેટલું તેમના સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં થયું છે. દુનિયાએ ક્યારેય સાંભળ્યું નહીં હોય એવી પરમાણુ શક્તિ અમેરિકા પાસે છે. જોકે, તે અંગે વધારે સ્પષ્ટતા કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. ટ્રમ્પના કહેવા પ્રમાણે અગાઉના એકેય પ્રમુખોએ સંરક્ષણમાં જેટલું બજેટ ફાળવ્યું ન હતું એટલું બજેટ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન સંરક્ષણ વિભાગને અપાયું હતું.
સંરક્ષણ વિભાગને 2.5 ટ્રિલિયન ડોલરનું ફંડ આપ્યું હોવાનું ટ્રમ્પે એ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. ટ્રમ્પે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે અમેરિકન પત્રકાર ખાશોગીની હત્યા પછી ચોમેરથી ઘેરાયેલા સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને તેમણે બચાવ્યા હતા! અમેરિકન કોંગ્રેસ સલમાન સામે પગલાં ભરવાની હતી, પણ મારા પ્રયાસોથી એ કાર્યવાહી અટકી હતી એવું ટ્રમ્પે કહ્યું હતું.