ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે, ત્યારે ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 361 પહોંચી છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં અત્યાર સુધીમાં 9 કોરોના વાયરસનો મામલાઓ સામે આવ્યાં છે. કોલિફોર્નિયામાં 4, એલિનોઈઝમાં 2, મૈસાચુસેટસ, વૉશિગ્ટન અને એરિજોનામાં પણ 1-1 કેસની જાહેર થયાં છે.
ચીનમાં કોરોનો વાયરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ત્યાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 361 પર પહોંચી છે. કોરોના વાયરસનું એપી સેન્ટર ચીનનું વુહાન શહેર છે. આ અંગે સ્વાસ્થય અધિકારીના જણાવ્યા અનુસાર, 56 લોકો કોરોના વાયરસની ઝપેટમાં છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસના કારણે વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. વિશ્વના વિવિધ દેશો વુહાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લઇ જવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ જ પ્રયાસ હેઠળ વુહાનમાં ફસાયેલા ભારતના 324 નાગરિકો દિલ્હી પહોંચ્યા છે. ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાના 20 જેટલા દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.