માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ રાષ્ટ્રપતિ મુઇઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ માટે પર્યાપ્ત હસ્તાક્ષર એકઠા કર્યા છે. ત્યાંનો વિપક્ષ માલદીવ સરકાર સામે એક થઈ ગયો છે. એમડીપીની સાથે વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સ પણ રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ મહાભિયોગનું સમર્થન કરી રહ્યા છે. તે જ સમયે, આજે મુઇઝુ સરકારની કેબિનેટને સંસદની મંજૂરી મળી શકે છે.
રવિવારે કેબિનેટને સંસદની મંજૂરી મળવાની હતી, પરંતુ સાંસદો વચ્ચે હોબાળો અને મારામારીના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. સંસદમાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદ ભવન બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વિપક્ષ સરકાર સામે મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, MDP અને ડેમોક્રેટ પાર્ટીના કુલ 34 સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવને પોતાનું સમર્થન આપ્યું છે.