અમેરિકાનું સૌથી જૂનો ડિપાર્ટમેન્ટ સ્ટોર લોર્ડ એન્ડ ટેલર કોરોના વાયરસ મહામારીના દબાણ હેઠળ પોતાના સમસ્ત સ્ટોર બંધ કરી દેશે, આમ 200 વર્ષથી ચાલી રહેલી ડિપાર્ટમેન્ટ સ્ટોરની ચેનનો અંત આવશે.
કંપનીએ ગુરુવારે કહ્યું હતું કે તે પોતાના સમસ્ત 38 સ્ટોર પતાવટના વેચાણ માટે બંધ કરી દેશે, જો કે ગયા અઠવાડિયે કંપનીએ નિર્ણય લીધો હતો કે તે પોતાના 14 સ્ટોર્સને ખુલ્લા રાખશે.
લોર્ડ એન્ડ ટેલર મેનહટ્ટનમાં 1824માં શરૂ કરાયો હતો તેને ગયા વર્ષે ફ્રાન્સની કંપની લે ટોટે ઈન્કને વેચવામાં આવ્યો હતો.
આ મહિને બંનેએ વર્જીનિયામાં એક અદાલતમાં નાદારીથી સુરક્ષા માટે અરજી દાખલ કરી હતી.લે ટોટેના વલરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં કહ્યું હતું ‘અમે હજી પણ વિવિધ તકો પર ધ્યાન આપી રહ્યા છે, અમે માનીએ છીએ કે આ સાથે જ સ્ટોર્સની બાકી બચેલી વસ્તુઓને પતાવટ માટે વેચી દેવામાં આવે જેથી સ્ટોકની મહત્તમ કિંમત મળે જ્યારે કંપનીના બ્રાન્ડના વિકલ્પો શોધવામાં આવશે.’
ગયા વર્ષે કંપનીએ ન્યૂયોર્કમાં ફિફ્થ એવેન્યુમાં આવેલી પોતાની 11 માળની ઈમારત વેચી નાંખી હતી જે તેની પાસે એક સદીથી પણ વધુ સમયથી હતી.