દહીં vs છાસ: પાચન અને ગટ હેલ્થ માટે બંનેમાંથી સૌથી વધુ ફાયદાકારક શું?

3 Min Read

દહીં Vs છાશ: ગટ હેલ્થ અને પાચન માટે કયું વધારે અસરકારક છે? જાણો નિષ્ણાતોનો મત

મોટાભાગના ભારતીય ઘરોમાં ભોજન દહીં અથવા છાશ વિના અધૂરું લાગે છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આ બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી બની જાય છે. ઓફિસથી થાકીને આવ્યા હોવ કે બહારનું ભારે ભોજન લીધું હોય, દહીં અને છાશ પેટને તરત આરામ આપવાનું કામ કરે છે. જોકે, જ્યારે એસિડિટી, ગેસ કે પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થાય છે, ત્યારે મનમાં સવાલ થાય છે કે દહીં ખાવું કે છાશ પીવી? ચાલો સમજીએ કે તમારા સ્વાસ્થ્ય માટે કયું બેસ્ટ છે.

દહીં: પ્રોબાયોટિક્સનો ખજાનો

દહીંમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે આંતરડાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જો તમારી પાચનશક્તિ નબળી હોય અથવા તમે વારંવાર બહારનું ખાતા હોવ, તો દહીં પેટ માટે ઉત્તમ વિકલ્પ છે.

- Advertisement -

chash1.jpg

  • પેટ ભરેલું રાખે છે: દહીં થોડું ઘટ્ટ હોય છે, જેના કારણે તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જિમ જનારા લોકો માટે આ એક શાનદાર સ્નેક છે.
  • કબજિયાતમાં રાહત: જો તમને હળવી કબજિયાતની તકલીફ હોય, તો રોજ દહીં ખાવાથી ફાયદો મળી શકે છે. જોકે, જેમને વધુ એસિડિટી રહેતી હોય તેમણે રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પચવામાં ભારે પડી શકે છે.

છાશ: હલકી અને શીતળ

છાશ ખરેખર દહીંમાંથી જ બને છે, પરંતુ તેમાં પાણી ઉમેરીને તેને હલકી કરી દેવામાં આવે છે. તેમાં મીઠું, શેકેલું જીરું અથવા ફુદીનો ઉમેરવાથી તેનો સ્વાદ અને ગુણ બંને વધી જાય છે.

- Advertisement -
  • એસિડિટીમાં રાહત: જો તમને વારંવાર ગેસ, એસિડિટી કે પેટમાં બળતરા થતી હોય, તો છાશ સૌથી વધુ રાહત આપી શકે છે. તે પેટને ઠંડક આપે છે અને ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે.
  • બેઠાડુ જીવનશૈલી માટે બેસ્ટ: જે લોકો આખો દિવસ બેસીને કામ કરે છે અને પેટમાં ભારેપણું અનુભવે છે, તેમના માટે લંચ પછી એક ગ્લાસ છાશ પીવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

એસિડિટી, કબજિયાત કે ઝાડામાં શું લેવું?

પેટની અલગ-અલગ સમસ્યાઓમાં દહીં અને છાશનો પ્રભાવ અલગ હોય છે:

chash.jpg

1.એસિડિટી: જો એસિડિટી અને પેટમાં બળતરા વધારે હોય, તો છાશ લેવી જોઈએ. તે હલકી હોય છે અને એસિડને બેઅસર કરવામાં મદદ કરે છે.

- Advertisement -

2.કબજિયાત: જો પેટ સાફ ન થતું હોય, તો દહીં મદદ કરી શકે છે. દહીં આંતરડાની મૂવમેન્ટને સુધારે છે.

3.ઝાડા (Loose Motion): આ સ્થિતિમાં સાદું દહીં લેવું હિતાવહ છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે. આ સમયે મસાલેદાર છાશ પીવાનું ટાળવું જોઈએ.

Share This Article