શું દુનિયા પરમાણુ યુદ્ધ તરફ ધકેલાઈ રહી છે? ચીનના ન્યૂક્લિયર પ્રોગ્રામથી ફફડ્યું અમેરિકા, ટ્રમ્પે માંગી સુપરપાવર્સની મદદ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ચીનના ગુપ્ત પરમાણુ પ્રોગ્રામે ટ્રમ્પની ચિંતા વધારી: અમેરિકાએ રશિયા-ફ્રાન્સ અને બ્રિટન પાસે માંગી મદદ

ઈરાન સાથેના તણાવ બાદ હવે ચીનના પરમાણુ કાર્યક્રમે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઊંઘ ઉડાડી દીધી છે. ચીનના એક અત્યંત ગુપ્ત પરમાણુ પ્રોગ્રામનો ખુલાસો થયો છે, જેને પગલે અમેરિકાએ હવે વિશ્વની અન્ય પરમાણુ શક્તિઓ જેવી કે રશિયા, ફ્રાન્સ અને બ્રિટન પાસે આ મામલે સહયોગ માંગવો પડ્યો છે. અમેરિકાના શસ્ત્ર નિયંત્રણ વિભાગના સહાયક વિદેશ મંત્રી ક્રિસ્ટોફર યિઆવે આ ચોંકાવનારી વિગતો જાહેર કરી છે.

ચીનની વાદાખિલાફી અને પરમાણુ વિસ્તાર

અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, ચીને પરમાણુ હથિયારો ન વધારવાનું આશ્વાસન આપ્યું હોવા છતાં, કોઈને પણ ખબર ન પડે તે રીતે પોતાના પરમાણુ હથિયારોના ભંડારમાં મોટો વધારો કર્યો છે. અમેરિકાએ ચીન પર સ્પષ્ટપણે ‘વાદાખિલાફી’નો આરોપ લગાવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે ચીન છેલ્લા 6 વર્ષથી પરમાણુ પરીક્ષણો અને હથિયારોના નિર્માણમાં પારદર્શિતા રાખ્યા વગર સતત કામ કરી રહ્યું છે.

- Advertisement -

russia1.jpg

6 વર્ષ પહેલાંનું ગુપ્ત પરીક્ષણ

સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત એક સંમેલનમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીને લગભગ 6 વર્ષ પહેલાં એક ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેની વિશ્વને જાણ થવા દીધી નહોતી. ચીને પોતાના પરમાણુ લક્ષ્યો અને હેતુઓ વિશે હંમેશા રહસ્ય જાળવી રાખ્યું છે. હાલમાં જ અમેરિકા અને રશિયા વચ્ચેનો છેલ્લો પરમાણુ હથિયાર કરાર સમાપ્ત થયો છે, જેના કારણે પરમાણુ શક્તિઓ પરના નિયંત્રણો હળવા થયા છે. આ સ્થિતિનો લાભ લઈને ચીન પોતાની તાકાત વધારી રહ્યું હોવાનું મનાય છે.

- Advertisement -

પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે વૈશ્વિક દબાણ

અમેરિકાએ હવે અન્ય દેશોને અપીલ કરી છે કે તેઓ ચીન પર પોતાના પરમાણુ હથિયારોના વિસ્તારને રોકવા માટે દબાણ બનાવે. આ માટે અમેરિકી પ્રતિનિધિઓએ જિનીવા ખાતે રશિયન પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. તે સિવાય ફ્રાન્સ અને બ્રિટન જેવા સાથી દેશો સાથે પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અમેરિકા ઈચ્છે છે કે વિશ્વની મુખ્ય સત્તાઓ સાથે મળીને ચીનને આ ખતરનાક રેસમાંથી રોકે.

russia.jpg

ઈરાન સાથેનો વિવાદ અને પૃષ્ઠભૂમિ

પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકાનો પહેલેથી જ ઈરાન સાથે ગંભીર ટકરાવ ચાલી રહ્યો છે. જૂન 2025માં ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં અમેરિકાએ પણ સહયોગ આપ્યો હતો. હવે જ્યારે ચીન પણ પરમાણુ હથિયારોના જથ્થામાં છૂપી રીતે વધારો કરી રહ્યું છે, ત્યારે અમેરિકા માટે એશિયા અને મધ્ય પૂર્વ બંને મોરચે સુરક્ષાના પડકારો ઉભા થયા છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.