શ્રીલંકા સામે શિમરોન હેટમાયર મચાવશે તબાહી! માત્ર એક છગ્ગો અને નિકોલસ પૂરનનો મોટો રેકોર્ડ તૂટી જશે?

3 Min Read

T20 વર્લ્ડ કપ 2026: શિમરોન હેટમાયર રચી શકે છે ઇતિહાસ, દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં નિકોલસ પૂરનનો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. સુપર-8 રાઉન્ડની 7મી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જામશે. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના ડાબોડી બેટ્સમેન શિમરોન હેટમાયર પાસે એક એવો રેકોર્ડ બનાવવાની તક છે જે તેને વિશ્વના દિગ્ગજ સિક્સર કિંગ્સની યાદીમાં ટોચ પર લાવી દેશે.

હેટમાયર પાસે ઇતિહાસ રચવાની તક

29 વર્ષીય શિમરોન હેટમાયર હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં તેણે અત્યાર સુધી 5 મેચમાં 54.75ની સરેરાશ અને 185.59ના સ્ટ્રાઈક રેટથી 219 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 15 ચોગ્ગા અને 17 ગગનચુંબી છગ્ગા નીકળ્યા છે. જો તે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં માત્ર એક સિક્સર ફટકારે છે, તો તે T20 વર્લ્ડ કપની એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા મારવાનો નિકોલસ પૂરનનો રેકોર્ડ તોડી નાખશે.

- Advertisement -

 sainman.jpg

T20 વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓ

હાલમાં હેટમાયર અને પૂરન સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. આ યાદી નીચે મુજબ છે:

- Advertisement -
ખેલાડીનું નામ ટીમ છગ્ગાની સંખ્યા વર્ષ
શિમરોન હેટમાયર વેસ્ટ ઇન્ડિઝ 17 2026
નિકોલસ પૂરન વેસ્ટ ઇન્ડિઝ 17 2024
ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝ 16 2012
રહેમાનુલ્લા ગુરબાઝ અફઘાનિસ્તાન 16 2024

હેટમાયરના આંકડા છે પ્રભાવશાળી

શિમરોન હેટમાયરના ઓવરઓલ T20 કરિયર પર નજર કરીએ તો તે ખૂબ જ પ્રભાવશાળી છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ માટે 80 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે, જેમાં 70 ઇનિંગ્સમાં લગભગ 140 ના સ્ટ્રાઇક રેટથી 1564 રન બનાવ્યા છે. તેના નામે 9 અડધી સદી છે અને તેણે અત્યાર સુધી કુલ 102 ચોગ્ગા અને 97 છગ્ગા ફટકાર્યા છે.

sainman11.jpg

ઝિમ્બાબ્વે સામે વેસ્ટ ઇન્ડિઝની શાનદાર જીત

સુપર-8 ની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વેને પછાડ્યું હતું, જેમાં હેટમાયરની મુખ્ય ભૂમિકા હતી. તેણે માત્ર 37 બોલમાં 85 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 147 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે જોવાનું એ રહેશે કે શું હેટમાયર અમદાવાદના મેદાન પર સિક્સર ફટકારીને પૂરનનો આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે કે નહીં.

- Advertisement -
Share This Article