મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક: નાયબ મુખ્યમંત્રી બાદ હવે સુનેત્રા પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ
અજિત પવારના આકસ્મિક નિધન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવારને અગાઉ નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી, અને હવે તેમને NCP (અજિત પવાર જૂથ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. મુંબઈના વરલી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષના વરિષ્ઠ નેતાઓએ આ મહત્વનો નિર્ણય લીધો છે.
સર્વાનુમતે અધ્યક્ષ તરીકેની વરણી
વરલીમાં આયોજિત NCPના રાષ્ટ્રીય સંમેલનમાં પ્રફુલ પટેલે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ નેતાઓએ ટેકો આપ્યો હતો. પક્ષના કાર્યકારી અધ્યક્ષ તરીકે પ્રફુલ પટેલ યથાવત રહેશે, જ્યારે મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સાંસદ સુનીલ તટકરે સંભાળશે. આ નિમણૂક સાથે મહારાષ્ટ્રમાં હવે ‘સુનેત્રા યુગ’ની શરૂઆત થઈ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
બારામતીથી વિધાનસભા ચૂંટણી લડવાની શક્યતા
અજિત પવારના નિધનથી ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. એવી પ્રબળ શક્યતા છે કે સુનેત્રા પવાર પોતે આ બેઠક પરથી ચૂંટણી લડશે. રસપ્રદ વાત એ છે કે, સાંસદ સુપ્રિયા સુલેએ આશા વ્યક્ત કરી છે કે આ ચૂંટણી બિનહરીફ થાય તેવી શક્યતા છે. જો આમ થશે, તો સુનેત્રા પવાર ટૂંક સમયમાં જ બારામતીના ધારાસભ્ય તરીકે શપથ લેશે.
પાર્થ પવારને મળી શકે છે મોટી જવાબદારી
સુનેત્રા પવાર પક્ષ અને સરકારની કમાન સંભાળી રહ્યા છે, ત્યારે અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવારને પણ મહત્વની ભૂમિકા સોંપાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પાર્થ પવારને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવી શકે છે, જેથી પક્ષમાં યુવા નેતૃત્વને મજબૂત કરી શકાય.
माननीय एकनाथ शिंदे साहेब आणि त्यांच्या सहकाऱ्यांनी #VSR कंपनीची विमाने न वापरण्याचा निर्णय स्वागतार्ह आहे. अजितदादांच्या मृत्यूला जबाबदार असलेल्या तसेच अत्यंत असुरक्षित असलेल्या कंपनीची सेवा कायमस्वरूपी बंद करण्याच्या लढ्याला शिंदे साहेबांच्या निर्णयाने अधिक बळ मिळणार आहे. या… pic.twitter.com/aez2PNQJWJ
— Rohit Pawar (@RRPSpeaks) February 26, 2026
એકનાથ શિંદેનો VSR કંપની સામે મોટો નિર્ણય
અજિત પવારના વિમાન અકસ્માત બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના નેતાઓએ મોટો નિર્ણય લીધો છે. શિવસેનાના નેતાઓ હવે VSR કંપનીના એરક્રાફ્ટનો ઉપયોગ નહીં કરે. આ અકસ્માત માટે VSR કંપની સામે તપાસ અને કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. રોહિત પવારે ટ્વીટ કરીને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને DGCA તેમજ કંપની સામે FIR દાખલ કરવાના પ્રયાસો તેજ કર્યા છે.
