સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે શું હશે સાઉથ આફ્રિકાનો માસ્ટર પ્લાન? ટીમમાં થઈ શકે છે 3 મોટા ફેરફાર

3 Min Read

પ્રથમ સેમીફાઈનલ માટે શું હશે સાઉથ આફ્રિકાની પ્લેઈંગ XI? ટીમમાં થઈ શકે છે ત્રણ મોટા ફેરફારો

ICC T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ મેચ 04 માર્ચ ના રોજ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આ મહામુકાબલામાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ માટે બંને ટીમો કોલકાતા પહોંચી ગઈ છે, ત્યારે ચાહકોમાં સૌથી મોટી ચર્ચા સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવનને લઈને થઈ રહી છે.

ઝિમ્બાબ્વે સામે મુખ્ય ખેલાડીઓને અપાયો હતો આરામ

એડન માર્કરામની કેપ્ટન્સી હેઠળ સાઉથ આફ્રિકાએ સુપર-8 રાઉન્ડની તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમી હતી. આ મેચ સેમીફાઈનલના સમીકરણો માટે બહુ મહત્વની ન હોવાથી, મેનેજમેન્ટે જોખમ ટાળવા માટે તેના ત્રણ દિગ્ગજ ખેલાડીઓને આરામ આપ્યો હતો. તેમના સ્થાને ઓલરાઉન્ડર જોર્જ લિન્ડે, એનરિક નોર્કિયા અને ક્વેના મફાકાને તક આપવામાં આવી હતી. જોકે આ ત્રણેય ખેલાડીઓએ ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેમ છતાં સેમીફાઈનલમાં તેમને બહાર બેસવું પડી શકે છે.

- Advertisement -

sa.jpg

ઝિમ્બાબ્વે સામેની મેચમાં:

- Advertisement -

જોર્જ લિન્ડે: 21 બોલમાં અણનમ 30 રન અને 1 વિકેટ.

ક્વેના મફાકા: 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ.

એનરિક નોર્કિયા: 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ.

- Advertisement -

આ ત્રણ ‘મેચ વિનર’ ખેલાડીઓની થશે વાપસી

ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ જેવી મોટી મેચમાં સાઉથ આફ્રિકા કોઈ કસર છોડવા માંગશે નહીં. અહેવાલો અનુસાર, ટીમ તેના ત્રણેય સ્ટાર ખેલાડીઓ માર્કો યાનસેન, કગીસો રબાડા અને કેશવ મહારાજને પ્લેઈંગ ઈલેવનમાં પરત લાવશે. આ ત્રણેય ખેલાડીઓએ ગ્રુપ સ્ટેજ અને સુપર-8માં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

માર્કો યાનસેન: યાનસેન આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 5 મેચમાં 11 વિકેટ ઝડપી ચૂક્યો છે. તે માત્ર બોલિંગ જ નહીં પરંતુ બેટિંગ અને ફિલ્ડિંગમાં પણ મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે.

sa1.jpg

કગીસો રબાડા: રબાડા પાસે T20 ફોર્મેટનો બહોળો અનુભવ છે. તેના નામે 78 આંતરરાષ્ટ્રીય T20 મેચમાં 82 વિકેટ છે. ભલે આ ટુર્નામેન્ટમાં તેણે 6 મેચમાં 4 વિકેટ લીધી હોય, પરંતુ તેની હાજરી વિરોધી ટીમ પર દબાણ લાવવા માટે પૂરતી છે.

કેશવ મહારાજ: ઈડન ગાર્ડન્સની પિચ સ્પિનરોને મદદરૂપ થઈ શકે છે, તેવામાં કેશવ મહારાજની ભૂમિકા નિર્ણાયક બનશે. તેણે વર્લ્ડ કપની 5 મેચમાં 5 વિકેટ લીધી છે અને તેનો કરકસરભરી બોલિંગનો અનુભવ ટીમને મજબૂતી આપશે.

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ XI:

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રિક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાનસેન, કેશવ મહારાજ, કગીસો રબાડા, તબરેઝ શમ્સી, ઓટનીલ બાર્ટમેન.

Share This Article