પાકિસ્તાની ટીમની ફજેતી પર કામરાન અકમલનું વિવાદિત નિવેદન, PCB ને પૂછ્યું- ‘હવે જીતવા માટે શું ચોરી કરશો?’

3 Min Read

‘શું હવે ICC ટ્રોફી ચોરી કરીને લાવશો?’ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે PCB અને ટીમ પર સાધ્યું નિશાન

બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝમાં મળેલી કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ પોતાની જ ટીમ અને ક્રિકેટ બોર્ડ પર ફિટકાર વરસી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે અત્યંત તીખા શબ્દોમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ઝાટકણી કાઢી છે. અકમલે ગુસ્સામાં પૂછ્યું કે, “જો તમે રમીને જીતશો નહીં, તો શું ICC ટ્રોફી ચોરી કરીને લાવવી છે?”

‘નેધરલેન્ડ પણ હવે આપણને હરાવવાનું વિચારતું હશે’

એક યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન કામરાન અકમલે પાકિસ્તાની ક્રિકેટના કથળતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કટાક્ષ કરતા કહ્યું કે, “પાકિસ્તાન ક્રિકેટનું લેવલ હવે એટલું નીચું આવી ગયું છે કે મને લાગે છે કે નેધરલેન્ડની ટીમ પણ હવે એવું વિચારતી હશે કે જો પાકિસ્તાન સાથે ત્રણ મેચની સિરીઝ રમાય અને અમે જીતી જઈએ, તો અમને ‘ટેસ્ટ નેશન’નો દરજ્જો મળી જાય. તમે લોકોએ ક્રિકેટની હાલત ખરાબ કરી નાખી છે, કોઈને હારનો કોઈ અફસોસ જ નથી.”

- Advertisement -

kamral.jpg

‘ટ્રોફી ચોરી’ના કટાક્ષ પાછળનું કારણ

કામરાન અકમલનું ‘ટ્રોફી ચોરી’ વાળું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઈ રહ્યું છે. વાસ્તવમાં, PCB અધ્યક્ષ મોહસીન નકવી પર એશિયા કપની ટ્રોફી વિજેતા ભારતીય ટીમને ન સોંપવાના આરોપો લાગતા રહ્યા છે, જેના કારણે ચાહકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા હોય છે. અકમલે આ મુદ્દાને ટાંકીને કહ્યું કે, “તમે મેદાન પર રમીને ટ્રોફી જીતી શકતા નથી, તો શું ચોરી કરીને લાવશો?”

- Advertisement -

PCB ના પ્રયોગો પર ઉઠાવ્યા સવાલ

બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં પાકિસ્તાનની રણનીતિ પર સવાલ ઉઠાવતા અકમલે કહ્યું, “તમે મેદાન પર શું પ્રયોગો કરી રહ્યા છો? પીચ સૂકી હતી અને સ્થિતિ બેટિંગ માટે અનુકૂળ હતી, તો તમે પહેલા બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર રન કેમ ન લગાવ્યા? બાંગ્લાદેશે 290 રન બનાવ્યા, જ્યારે તેઓ 350 રન કરી શકે તેમ હતા. જો લિટન દાસ થોડું ધીમું ન રમ્યો હોત તો સ્કોર ઘણો મોટો હોત. જો તમે આવી ટીમો સામે પણ જીતી શકતા નથી, તો ICC ટ્રોફી ક્યાંથી આવશે?”

પાકિસ્તાન ક્રિકેટનો કપરો કાળ

પાકિસ્તાની ટીમ માટે આ સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. પહેલા T20 વર્લ્ડ કપ 2026 માં ખરાબ પ્રદર્શન અને હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે સિરીઝની હારને કારણે પાકિસ્તાની ચાહકો અને પૂર્વ ક્રિકેટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકમલનું આ નિવેદન પાકિસ્તાની ક્રિકેટમાં ચાલી રહેલા આંતરિક અસંતોષને સ્પષ્ટપણે દર્શાવે છે.

- Advertisement -
TAGGED:
Share This Article