BAN vs PAK: વનડે સિરીઝમાં હાર બાદ પાકિસ્તાન સાથે થઈ ‘નાઈન્સાફી’?

3 Min Read

બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે કર્યો આવો વ્યવહાર, શું આ ખરેખર અન્યાય છે?

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની વનડે શ્રેણી હવે પૂર્ણ થઈ ગઈ છે. ત્રણ મેચની આ શ્રેણીમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને પરાજય આપી શ્રેણી પર કબજો જમાવી લીધો છે. જોકે, આ શ્રેણી માત્ર હાર-જીત પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ મેદાન પર જે પ્રકારના નાટકીય દ્રશ્યો જોવા મળ્યા તેણે બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં વધુ કડવાશ ભરી દીધી છે. જે પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન બાંગ્લાદેશનો સાથ આપ્યો હતો, આજે તે જ બાંગ્લાદેશે પાકિસ્તાનની ભારે ફજેતી કરી છે.

 bang.jpg

- Advertisement -

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને આપ્યો હતો બાંગ્લાદેશનો સાથ

T20 વર્લ્ડ કપ શરૂ થયા પહેલાની ઘટનાઓ હજુ તાજી જ છે. જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાના કારણોસર ભારત આવવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એકમાત્ર એવું બોર્ડ હતું જે તેમની પડખે ઊભું રહ્યું હતું. ICC માં વોટિંગ દરમિયાન પણ પાકિસ્તાને બાંગ્લાદેશના પક્ષમાં મતદાન કર્યું હતું. એટલું જ નહીં, અહેવાલો મુજબ પાકિસ્તાને ત્યાં સુધી ધમકી આપી હતી કે જો બાંગ્લાદેશને બહાર રાખવામાં આવશે તો તેઓ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાનની આ ભૂમિકાએ ત્યારે ઘણું જોર પકડ્યું હતું.

મેદાન પર ખુલી ગઈ પાકિસ્તાનની પોલ

ક્રિકેટ વિવેચકોનું માનવું છે કે પાકિસ્તાને બાંગ્લાદેશનો સાથ ખરેખર કોઈ મિત્રતા ખાતર નહીં, પરંતુ પોતાના સ્વાર્થ માટે આપ્યો હતો. જોકે, બાંગ્લાદેશે હવે મેદાન પર પાકિસ્તાનને જે રીતે હરાવ્યું છે, તેનાથી પાકિસ્તાનની રણનીતિ નિષ્ફળ સાબિત થઈ છે. શ્રેણી દરમિયાન બાંગ્લાદેશી ખેલાડીઓ જે આક્રમકતા સાથે રમતા હતા તે જોઈને લાગતું હતું કે તેઓ પાકિસ્તાન સામે જૂનો હિસાબ ચૂકતે કરવા માગે છે. મેચ દરમિયાન ગાળાગાળી અને સ્લેજિંગની ઘટનાઓએ પણ રમતની ગરિમાને ઠેસ પહોંચાડી હતી.

- Advertisement -

bang1.jpg

હવે વધુ કઠોર બની ગઈ બંને ટીમોની રાઈવલરી

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની દુશ્મનાવટ દાયકાઓ જૂની છે, પરંતુ આ તાજેતરની શ્રેણીએ તેમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. બાંગ્લાદેશે પાકિસ્તાનને માત્ર હરાવ્યું જ નથી, પણ જે રીતે મેદાન પર વર્તન કર્યું તેનાથી પાકિસ્તાની ખેલાડીઓ અને ચાહકો ખૂબ જ નારાજ છે. હવે ભવિષ્યમાં જ્યારે પણ આ બંને ટીમો સામસામે ટકરાશે, ત્યારે મેદાન પરનો માહોલ વધુ ગરમ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

શું પાકિસ્તાનને પાઠ ભણાવ્યો?

પાકિસ્તાન અત્યારે વિશ્વ ક્રિકેટમાં અલગ-થલગ પડી રહ્યું હોય તેવું જણાય છે. એક તરફ ભારત સાથેના ખરાબ સંબંધો અને હવે બાંગ્લાદેશ સામેની આ શરમજનક હાર અને મેદાન પરના વિવાદોએ PCB ની મુશ્કેલીઓ વધારી દીધી છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કરી દીધું છે કે મેદાનની બહારની ‘રાજકીય ભાઈબંધી’ મેદાનની અંદર કોઈ કામ આવતી નથી.

- Advertisement -
TAGGED:
Share This Article