IPL 2026: શું આ એક નબળાઈ KKR ને ત્રીજી વખત ટ્રોફી જીતતા રોકશે? દિગ્ગજ ખેલાડીએ ટીમની ખામી પર કર્યા પ્રહાર

3 Min Read

KKR ને આઈપીએલ ટ્રોફીથી દૂર કરી રહી છે આ મોટી નબળાઈ, દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

આઈપીએલની નવી સીઝન શરૂ થાય તે પહેલા તમામ ટીમો પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ટીમ આ વખતે પોતાનું ચોથું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ એક દિગ્ગજ ખેલાડીએ ટીમની એક એવી નબળાઈનો ખુલાસો કર્યો છે, જે KKR માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો ટીમ આ નબળાઈ પર કામ નહીં કરે, તો તેમનું ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ શકે છે.

ફાફ ડુ પ્લેસિસની ચેતવણી: બોલિંગ વિભાગમાં અનુભવની કમી

દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ દિગ્ગજ ફાફ ડુ પ્લેસિસએ KKR ની ટીમ પર મોટા સવાલ ઉભા કર્યા છે. ડુ પ્લેસિસે જણાવ્યું કે, “કેકેઆરની બોલિંગ પર અત્યારે મોટા સવાલિયા નિશાન છે. તેમના મુખ્ય ફાસ્ટ બોલરો ઈજાગ્રસ્ત છે. ટીમે પોતાના સૌથી અનુભવી ખેલાડીઓને મેદાનમાં ઉતારવા પડશે અને બોલિંગમાં એ અનુભવ લાવવો પડશે.”

- Advertisement -

kkr.jpg

તેમણે વધુમાં ઉમેર્યું કે, KKR પાસે વરુણ ચક્રવર્તી અને સુનીલ નરેન જેવા બે શ્રેષ્ઠ સ્પિનરો છે જે ટીમને ચેમ્પિયન બનાવી શકે છે, પરંતુ તેના માટે ફાસ્ટ બોલરોનો સાથ મળવો ખૂબ જરૂરી છે.

- Advertisement -

ઈજા અને ખેલાડીઓની ગેરહાજરી બની શકે છે માથાનો દુખાવો

KKR માટે આ સીઝનમાં સૌથી મોટી ચિંતા તેમના મુખ્ય ફાસ્ટ બોલરોની ઈજા છે. ટીમના બે ઘાતક બોલરો હર્ષિત રાણા અને મથીશા પથિરાના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની તલવાર લટકી રહી છે. બીજી તરફ, ટીમે મુસ્તફિઝુર રહેમાનને પહેલા જ રિલીઝ કરી દીધો છે. આવી સ્થિતિમાં હવે વૈભવ અરોરા પર બોલિંગની મોટી જવાબદારી આવી ગઈ છે. અનુભવી ફાસ્ટ બોલરોની ગેરહાજરીમાં વિરોધી બેટ્સમેનો પર અંકુશ મેળવવો ટીમ માટે પડકારજનક રહેશે.

અજિંક્ય રહાણે પર રહેશે કેપ્ટન્સીનો દારૂમદાર

આ સીઝનમાં પણ KKR ની કમાન અજિંક્ય રહાણેના હાથમાં રહેશે. ગત સીઝનમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા નંબરે રહી હતી. જોકે, આ વખતે મિની ઓક્શનમાં ટીમે કેટલાક મોટા ખેલાડીઓને ખરીદ્યા છે.

- Advertisement -

ટીમની બેટિંગ લાઈન-અપમાં ફિન એલન, ટિમ સિફર્ટ અને અજિંક્ય રહાણેની ત્રિપુટી ધમાલ મચાવવા તૈયાર છે. જ્યારે મિડલ ઓર્ડરમાં કેમરૂન ગ્રીન જેવો વિસ્ફોટક ઓલરાઉન્ડર પણ ટીમની તાકાત વધારશે. રહાણે માટે સૌથી મોટો પડકાર ઈજાગ્રસ્ત બોલરોની જગ્યાએ યોગ્ય વિકલ્પ શોધીને ટીમમાં સંતુલન જાળવવાનો રહેશે.

29 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ સામે પ્રથમ ટક્કર

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ સીઝનનો પોતાનો પ્રથમ મુકાબલો 29 માર્ચના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં જોવાનું એ રહેશે કે કેપ્ટન રહાણે કયા બોલિંગ આક્રમણ સાથે મેદાનમાં ઉતરે છે અને શું KKR પોતાની આ નબળાઈ પર વિજય મેળવી શકે છે કે નહીં.

TAGGED:
Share This Article