NZ vs SA 5th T20I: સાઉથ આફ્રિકાનો દબદબો, ન્યૂઝીલેન્ડને જીતવા માટે આપ્યો 188 રનનો ટાર્ગેટ

2 Min Read

NZ vs SA 5th T20I: ન્યૂઝીલેન્ડ સામે 188 રનનો ટાર્ગેટ, દક્ષિણ આફ્રિકાના એસ્ટરહુઈઝનની તોફાની બેટિંગ

ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલ મેદાન પર ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને નિર્ણાયક ટી20 મેચમાં પ્રવાસી ટીમે મજબૂત સ્કોર ઊભો કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા છે. આ પાંચ મેચોની શ્રેણી હાલમાં 2-2 ની બરાબરી પર છે, જેના કારણે આ મેચ જીતનાર ટીમ સિરીઝ પોતાના નામે કરશે.

sa Copy.jpg

- Advertisement -

એસ્ટરહુઈઝનનું આક્રમક અર્ધશતક

દક્ષિણ આફ્રિકાની શરૂઆત આ મેચમાં થોડી ધીમી રહી હતી. ઓપનર ટોની ડી જોરઝી માત્ર 12 રન બનાવી આઉટ થઈ ગયો હતો, જ્યારે વિયાન મુલ્ડરે 29 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, મધ્યક્રમમાં આવેલા કોનર એસ્ટરહુઈઝને ન્યૂઝીલેન્ડના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. તેણે માત્ર 33 બોલમાં 5 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 75 રન ફટકાર્યા હતા. એસ્ટરહુઈઝનનો સ્ટ્રાઈક રેટ 227.27 રહ્યો હતો, જેણે ટીમના સ્કોરને 180 ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કિવી બોલરોનું પ્રદર્શન

ન્યૂઝીલેન્ડ તરફથી બેન સીયર્સ સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 2 વિકેટ ઝડપી હતી. કેપ્ટન જીમી નીશમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો જે નિર્ણય લીધો હતો, તે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ખોટો સાબિત કર્યો હોય તેવું જણાય છે. હવે ન્યૂઝીલેન્ડની ટીમને મેચ અને સિરીઝ જીતવા માટે પ્રતિ ઓવર 9.4 ના રન રેટથી 188 રન કરવા પડશે. ઘરઆંગણે રમી રહેલી કિવી ટીમ માટે આ ટાર્ગેટ પડકારજનક સાબિત થઈ શકે છે.

- Advertisement -

sa1 Copy.jpg

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ન્યૂઝીલેન્ડ: ટિમ રોબિન્સન, કેટીન ક્લાર્ક, ડેન ક્લીવર (વિકેટકીપર), નિક કેલી, બેવોન જેકોબ્સ, જેમ્સ નીશમ (કેપ્ટન), જોશ ક્લાર્કસન, કોલ મેકકોન્ચી, જેકરી ફોલ્ક્સ, કાઈલ જેમીસન, બેન સીયર્સ.

દક્ષિણ આફ્રિકા: વિયાન મુલ્ડર, ટોની ડી જોરઝી, કોનર એસ્ટરહુઈઝન (વિકેટકીપર), રુબિન હરમન, જેસન સ્મિથ, ડિયાન ફોરેસ્ટર, જ્યોર્જ લિન્ડે, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ (કેપ્ટન), પ્રેનેલન સુબ્રાયન, ઓટનીલ બાર્ટમેન.

- Advertisement -
Share This Article