ખરીદદારો માટે ખુશખબર: સોના-ચાંદીની ચમક ફીકી પડી, જાણો ગુજરાતમાં 22 અને 24 કેરેટનો ભાવ
ઝવેરીબજારમાં સોના અને ચાંદીની ચમક આજે થોડી ફીકી પડી છે. સતત બે દિવસની સ્થિરતા બાદ આજે કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે, જે લગ્નની સીઝનમાં ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે રાહતના સમાચાર છે. રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ ₹10નો સામાન્ય વધારો થયો છે, પરંતુ છેલ્લા બે દિવસના ટ્રેન્ડને જોઈએ તો 24 કેરેટ સોનામાં ₹280 અને 22 કેરેટમાં ₹260નો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત (અમદાવાદ) માં સોના-ચાંદીના ભાવ
ગુજરાતના રોકાણકારો અને ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
| સોનાની શુદ્ધતા | અમદાવાદમાં આજનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) |
| 24 કેરેટ | ₹1,50,700 |
| 22 કેરેટ | ₹1,38,140 |
| 18 કેરેટ | ₹1,13,030 |
અમદાવાદમાં ચાંદીનો ભાવ પણ દિલ્હી, મુંબઈ અને કોલકાતાની જેમ ₹2,49,900 પ્રતિ કિલોની આસપાસ ચાલી રહ્યો છે. ચેન્નાઈમાં ચાંદી સૌથી મોંઘી એટલે કે ₹2,60,100 પર છે.
દેશના અન્ય મોટા શહેરોમાં સોનાના ભાવની સરખામણી
| શહેર | 24 કેરેટ (10 ગ્રામ) | 22 કેરેટ (10 ગ્રામ) | 18 કેરેટ (10 ગ્રામ) |
| દિલ્હી | ₹1,50,800 | ₹1,38,240 | ₹1,13,130 |
| મુંબઈ | ₹1,50,650 | ₹1,38,090 | ₹1,12,980 |
| ચેન્નાઈ | ₹1,52,630 | ₹1,39,910 | ₹1,16,710 |
| પટના | ₹1,50,700 | ₹1,38,140 | ₹1,13,030 |
| જયપુર | ₹1,50,800 | ₹1,38,240 | ₹1,13,130 |
ભાવ ઘટવા પાછળના કારણો અને ભવિષ્યની ચાલ
બજારના નિષ્ણાતોના મતે, સોના-ચાંદીના ભાવમાં આ ઉથલપાથલ પાછળ ઘણા વૈશ્વિક અને સ્થાનિક કારણો જવાબદાર છે:
-
ઈરાન-અમેરિકા તણાવ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિ સોનાની ચાલ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સામાન્ય રીતે અસ્થિરતાના સમયે રોકાણકારો સોનાને સુરક્ષિત માને છે.
-
ઈમ્પોર્ટ પ્રાઈસમાં ઘટાડો: ભારત સરકારે સોના અને ચાંદીના બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચાંદીના ઈમ્પોર્ટ પ્રાઈસમાં 14% અને સોનામાં 7.6% નો ઘટાડો થયો છે, જેનાથી જ્વેલરી કંપનીઓનો ખર્ચ ઘટશે અને ગ્રાહકોને ફાયદો થશે.
-
આર્થિક આંકડા: આ અઠવાડીયે અમેરિકાના જીડીપી (GDP), મોંઘવારીના આંકડા (CPI) અને આરબીઆઈની પોલિસી પર રોકાણકારોની નજર રહેશે.

