અમેરિકા માટે આ સીઝફાયર નથી પણ મોટો આંચકો છે! જાણો કેમ દુનિયા ટ્રમ્પના આ નિર્ણયને ‘સરેન્ડર’ ગણાવી રહી છે

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ઈરાન સામે અમેરિકાની નૈતિક હાર? 5 મુદ્દાઓમાં સમજો કેમ ટ્રમ્પની સમજૂતી પર ઉઠી રહ્યા છે સવાલ

39 દિવસના ભીષણ જંગ બાદ જ્યારે અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી, ત્યારે વોશિંગ્ટનમાં જ તેની ટીકા થવા લાગી છે. લગભગ 40 બિલિયન ડોલર ખર્ચ્યા પછી પણ અમેરિકા ઈરાનમાં સત્તા પરિવર્તન કે મોટી લશ્કરી જીત હાંસલ કરી શક્યું નથી. ઉલટાનું, જે શરતો અગાઉ અમેરિકા લાદવા માંગતું હતું, તે હવે ગૌણ બની ગઈ છે અને ઈરાને પોતાની શરતો મનાવી લીધી છે.

ઈઝરાયેલના ભૂતપૂર્વ વડાપ્રધાન નેફ્તાલી બેનેટે આ સમજૂતીને ઈઝરાયેલ માટે ‘આત્મઘાતી’ ગણાવી છે. ચાલો 5 પોઈન્ટ્સમાં સમજીએ કે આ અમેરિકાની હાર કેમ માનવામાં આવે છે.

- Advertisement -

usa.jpg

આ અમેરિકાની હાર કેમ છે? 5 મુખ્ય કારણો

  1. હોર્મુઝ પર ઈરાનનો કબજો અને ટેક્સ: અત્યાર સુધી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી જહાજો મફત પસાર થતા હતા. પરંતુ આ સમજૂતી મુજબ, હવે ઈરાન ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી ‘ટોલ ટેક્સ’ વસૂલશે. અમેરિકા જેવી મહાસત્તા માટે આ એક મોટો આંચકો છે કારણ કે તે આ મહત્વના રૂટ પર ઈરાનનું નિયંત્રણ રોકી શક્યું નથી.
  2. ઉતાવળમાં લીધેલો નિર્ણય: નિષ્ણાતો માને છે કે યુદ્ધનો ખર્ચ સતત વધી રહ્યો હતો અને અમેરિકા કોઈ પણ સંજોગોમાં આ જંગમાંથી બહાર નીકળવા માંગતું હતું. ટ્રમ્પે પોતાના મધ્ય પૂર્વના સાથી દેશો (જેમ કે ઈઝરાયેલ કે આરબ દેશો) સાથે પરામર્શ કર્યા વગર જ આ સીઝફાયર કરી લીધું છે.
  3. આત્મસમર્પણનો સંદેશ: અમેરિકી સેનેટર ક્રિસ મર્ફીના જણાવ્યા મુજબ, જ્યારે ઈરાન લશ્કરી રીતે નબળું હતું ત્યારે ટ્રમ્પે તેમના પ્રસ્તાવને જે રીતે સ્વીકારી લીધો, તે આત્મસમર્પણ સમાન છે. આનાથી વિશ્વમાં એવો સંદેશ ગયો છે કે અમેરિકા હોર્મુઝ પર ઈરાનનું વર્ચસ્વ ખતમ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
  4. હવે યુદ્ધનો ડર રહ્યો નથી: ભવિષ્યની વાટાઘાટોમાં હવે અમેરિકા ઈરાનને યુદ્ધની ધમકી આપી શકશે નહીં. ઈરાને આ 40 દિવસમાં સૌથી ખરાબ પરિસ્થિતિ જોઈ લીધી છે અને હવે તે અમેરિકી સૈન્ય તાકાતથી ડરતું નથી. હવે પછીની કોઈપણ વાતચીત માત્ર વ્યાવસાયિક હિતો પર જ આધારિત રહેશે.
  5. ઈસ્લામિક શાસન યથાવત: યુદ્ધની શરૂઆતમાં ટ્રમ્પે ઈરાનમાં સત્તા પલટા (Coupe) ની વાત કરી હતી, પરંતુ આજે પણ ત્યાં ઈસ્લામિક રિપબ્લિકની પકડ મજબૂત છે. ટ્રમ્પે સમજૂતી માટે ઈરાનના સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ સાથે જ સંપર્ક સાધવો પડ્યો અને તેમને ‘ઓછા કટ્ટરપંથી’ નેતા ગણાવ્યા, જે તેમની જૂની વાતોથી વિપરીત છે.

trump.jpg

ટ્રમ્પનો બચાવ: “સમજૂતી સર્વશ્રેષ્ઠ છે”

બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિના લેવિટે આ સીઝફાયરને અમેરિકાની જીત ગણાવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાથેની વાતચીતમાં આ શરતોને ‘બેહતરીન’ ગણાવી છે. ટ્રમ્પનું કહેવું છે કે, “આમાં બધું જ સામેલ છે અને અમે મોટાભાગના મુદ્દાઓ પર સહમત છીએ. જે લોકો જાણતા નથી તે જ આની ટીકા કરી રહ્યા છે.”

ટ્રમ્પનો તર્ક છે કે અમેરિકાનો હેતુ પૂરો થયો છે અને ઈરાન હવે લશ્કરી રીતે નબળું પડી ગયું છે, તેથી તે અમેરિકા માટે મોટો ખતરો નથી. જોકે, ગ્રાઉન્ડ રિયાલિટી અને રાજકીય વિશ્લેષકોના મતે, આ જંગમાં ઈરાને પોતાની હદ જાળવી રાખીને અમેરિકાને તેની શરતો માનવા મજબૂર કર્યું છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.