ચૂંટણી પહેલા જ ભાજપમાં ભૂકંપ! 70% ઉમેદવારોને ઘરભેગા કરવાની તૈયારી, ટિકિટ માટેના નવા માપદંડોએ વધારી ચિંતા

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ભાજપમાં ટિકિટ ફાળવણીનો વિવાદ: 70% ઉમેદવારોની થશે છટણી, સાંસદ મનસુખ વસાવાએ પક્ષની નીતિ સામે બાંયો ચઢાવી

ગુજરાત ભાજપ અત્યારે ‘નો-રિપીટ થીયરી’ ના અત્યંત આક્રમક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 70% જેટલા નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની હાઈકમાન્ડની રણનીતિએ પક્ષના જૂના જોગીઓની ઊંઘ ઉડાડી દીધી છે. માત્ર 30% ચહેરાઓ જ રિપીટ થશે તેવી શક્યતા વચ્ચે ભાજપમાં આંતરિક વિખવાદની જ્વાળાઓ ઉઠી છે.

કેમ કપાઈ રહ્યા છે દિગ્ગજોના પત્તા? આ રહ્યા કારણો

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિએ આ વખતે ટિકિટ વિતરણ માટે ચાર લોખંડી નિયમો બનાવ્યા છે, જેમાં કોઈને પણ છૂટછાટ ન આપવાનું નક્કી કરાયું છે:

- Advertisement -
  1. 60 વર્ષની વય મર્યાદા: હવે 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓ કે કાર્યકરો ચૂંટણી લડી શકશે નહીં.
  2. સગાવાદ પર પ્રતિબંધ: નેતાઓના પરિવારજનો કે સગા-સંબંધીઓને ટિકિટ આપવા પર પક્ષે કડક મનાઈ ફરમાવી છે.
  3. 3 ટર્મનો નિયમ: જે નેતાઓ સતત ત્રણ ટર્મથી સત્તા પર છે, તેમને આ વખતે ફરજિયાત વિશ્રામ આપવામાં આવશે.
  4. વિવાદિત ચહેરાઓ આઉટ: જેમના નામ ભ્રષ્ટાચાર કે કોઈ વિવાદ સાથે જોડાયેલા છે, તેમને ઘરભેગા કરવામાં આવશે.

manshukh asava.jpg

મનસુખ વસાવાએ ઉઠાવ્યો બળવાનો સૂર

પક્ષના આ ‘આકરા’ નિયમો સામે ભાજપના જ કદાવર નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લો મોરચો માંડ્યો છે. તેમણે નેતૃત્વ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “જ્યારે લોકસભા કે વિધાનસભામાં આવા કોઈ વય કે ટર્મના નિયમો નથી, તો માત્ર સ્થાનિક ચૂંટણીમાં જ કાર્યકરો સાથે અન્યાય કેમ?”

વસાવાએ આશંકા વ્યક્ત કરી છે કે 3 ટર્મવાળા નિયમના કારણે વર્ષોથી પાયામાં કામ કરતા અનુભવી કાર્યકરો ઘરે બેસી જશે, જેના પરિણામે “ભાજપ જ ભાજપને હરાવશે” તેવી સ્થિતિ પેદા થઈ શકે છે. પાયાના કાર્યકરોમાં વ્યાપેલી નિરાશા ચૂંટણી પરિણામોમાં ભારે પડી શકે તેવી ચેતવણી પણ તેમણે આપી છે.

- Advertisement -

આજે સાંજે પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા

આંતરિક વિરોધ અને ખેંચતાણની વચ્ચે પણ ભાજપ હાઈકમાન્ડ પોતાની રણનીતિ પર મક્કમ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના નામો પર મંથન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આજે સાંજ સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. પ્રદેશ નેતૃત્વએ તમામ જિલ્લા એકમોને એલર્ટ કરી દીધા છે અને ટૂંક સમયમાં જ નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

BJP78.jpg

સંગઠન મજબૂત કે બળવાની બીક?

ભાજપનો આ પ્રયોગ નવા લોહીને સંગઠનમાં લાવવા માટે તો સારો છે, પરંતુ જે રીતે સિનિયર નેતાઓ નારાજ થયા છે તે જોતા પક્ષ માટે ‘ડેમેજ કંટ્રોલ’ કરવું મોટો પડકાર બની રહેશે. જો આ નારાજ નેતાઓ અપક્ષ તરીકે ચૂંટણી લડે અથવા નિષ્ક્રિય થઈ જાય, તો અનેક બેઠકો પર સમીકરણો બદલાઈ શકે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.