ભાજપના ‘નો રિપીટ’ અને ‘પરિવારવાદ’ના દાવાઓ પોકળ? ગાંધીધામમાં એક જ પરિવારને ૩ ટિકિટ આપતા કાર્યકરોમાં રોષ

2 Min Read

ગાંધીધામમાં ટિકિટ ફાળવણીમાં મોટો ખેલ, કાર્યકરોની વર્ષોની મહેનત પર ‘પરિવારવાદ’નું ફેરવાયું બુલડોઝર!

ભારતીય જનતા પાર્ટી હંમેશા મંચ પરથી ‘પરિવારવાદ’ મુક્ત રાજનીતિની વાતો કરે છે, પરંતુ ગાંધીધામ મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીના જે દ્રશ્યો સામે આવ્યા છે તેણે પક્ષની કથની અને કરણી વચ્ચેનો મોટો તફાવત ખુલ્લો પાડી દીધો છે. ભાજપ હાઇકમાન્ડે અગાઉ સ્પષ્ટ જાહેરાત કરી હતી કે એક પરિવારમાં બીજી ટિકિટ નહીં મળે, તેમ છતાં ગાંધીધામમાં તમામ નીતિ-નિયમોને નેવે મૂકીને એક જ પરિવારના ત્રણ સભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ નિર્ણયથી પક્ષના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે અસંતોષ અને વિવાદ વ્યાપ્યો છે.

Gujarat BJP Team Announcement 2.png

- Advertisement -

નિયમોના લીરેલીરા: કોને મળી ટિકિટ?

સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી માહિતી મુજબ, ગાંધીધામમાં નીચે મુજબની ટિકિટ ફાળવણી કરવામાં આવી છે:

વોર્ડ નંબર ૮: સુરેશ ધુવા

- Advertisement -

વોર્ડ નંબર ૭: વંદનાબેન મહેશ્વરી (સુરેશભાઈના નાના ભાઈના પત્ની / દેરાણી)

વોર્ડ નંબર ૭: મનીષાબેન ધુવા (સુરેશભાઈના ભાભી)

કડક શબ્દોમાં વિશ્લેષણ

જ્યારે ભાજપના પાયાના કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે લોહી-પરસેવો પાડે છે, ત્યારે તેમને સાઈડલાઈન કરીને એક જ ઘરના આંગણે ત્રણ-ત્રણ ટિકિટો પીરસી દેવી તે લોકશાહી અને પક્ષના સિદ્ધાંતોનું અપમાન છે. પક્ષના જે નેતાઓ જાહેરમાં ‘પરિવારવાદ’ સામે ભાષણો આપે છે, તેઓ હવે કયા મોઢે મતદારો પાસે જશે?

- Advertisement -

*”એક પરિવાર, એક ટિકિટ”*નો નિયમ શું માત્ર દેખાડો કરવા માટે જ હતો? જો પક્ષ પોતાના જ બનાવેલા કાયદાઓ પાળી શકતો ન હોય, તો સામાન્ય જનતા પર શાસન કરવાનો નૈતિક અધિકાર ક્યાં રહે છે? આ પ્રકારની ‘પસંદગીની રાજનીતિ’ ભાજપના શિસ્તબદ્ધ માળખાને અંદરથી પોલું કરી રહી છે. જો સમય રહેતા આ ભૂલ સુધારવામાં નહીં આવે, તો ગાંધીધામમાં પક્ષને આંતરિક જૂથવાદ અને નારાજ કાર્યકરોનો મોટો ભોગ બનવું પડી શકે છે.

Share This Article