શું ઈરાનમાં હવે IRGC નું શાસન ચાલશે? સુપ્રીમ લીડરની શક્તિઓ છીનવી સૈન્ય કમાન્ડરોએ સંભાળી કમાન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ઈરાનમાં IRGCએ પલટાવ્યું સત્તાનું પાસું: સુપ્રીમ લીડર મુજતબાની શક્તિ છીનવાઈ, હવે કમાન્ડરો લેશે તમામ નિર્ણયો

ઈરાન અત્યારે ઈતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. રોયટર્સના તાજેતરના અહેવાલ મુજબ, ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈ હવે માત્ર એક પ્રતીકાત્મક વડા બનીને રહી ગયા છે. દેશની વિદેશ નીતિ, સંરક્ષણ અને વ્યૂહાત્મક નિર્ણયોમાં હવે સુપ્રીમ લીડરની મંજૂરી લેવાને બદલે તેમને માત્ર જાણ કરવામાં આવે છે. અસલી પાવર હવે IRGCના થોડા શક્તિશાળી કમાન્ડરોના હાથમાં આવી ગયો છે.

મુજતબા ખામેનેઈ: અન્ડરગ્રાઉન્ડ સુપ્રીમ લીડર

માર્ચ 2026માં જ્યારે અયાતુલ્લા અલી ખામેનેઈ બાદ તેમના પુત્ર મુજતબા ખામેનેઈને સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા, ત્યારથી જ રહસ્યોનું સર્જન થયું છે. નવાઈની વાત એ છે કે સુપ્રીમ લીડર બન્યા પછી મુજતબા એક મહિનાથી વધુ સમયથી જાહેર જીવનમાં દેખાયા નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈઝરાયેલના એક હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી છે. તેમની તબિયત એટલી નાજુક છે કે તેઓ સ્પષ્ટ બોલી પણ શકતા નથી. આ જ નબળાઈનો લાભ લઈને IRGCએ સત્તા પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

- Advertisement -

khia.jpg

પાવર હાઈજેક: નિર્ણય પહેલા અને જાણ પછી

ઈરાનના બંધારણ મુજબ સુપ્રીમ લીડર એ સેનાના સર્વોચ્ચ કમાન્ડર હોય છે અને તમામ અંતિમ નિર્ણયો તેમના દ્વારા જ લેવાય છે. અગાઉના શાસનમાં અલી ખામેનેઈ કમાન્ડરો સાથે સલાહ-મશવરો કરતા પણ આખરી મહોર તેમની જ રહેતી. પરંતુ હવે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. IRGCના કમાન્ડરો પહેલા નિર્ણય લઈ લે છે અને ત્યારબાદ મુજતબા પાસે માત્ર જાણકારી માટે ફાઈલ મોકલવામાં આવે છે. એટલે કે, સુપ્રીમ લીડર હવે માત્ર એક ‘રબર સ્ટેમ્પ’ બનીને રહી ગયા છે.

અહેમદ વાહિદી: સત્તાના નવા કેન્દ્ર

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વર્તમાન પ્રમુખ અહેમદ વાહિદી અત્યારે ઈરાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. માર્ચ 2026માં તેમની નિમણૂક પાકપુરના સ્થાને કરવામાં આવી હતી, જેઓ સિનિયર ખામેનેઈ સાથેની એક બેઠક દરમિયાન માર્યા ગયા હતા. વાહિદીને ખામેનેઈ પરિવારના વફાદાર માનવામાં આવે છે, પરંતુ વર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં તેમણે સત્તાના તમામ સૂત્રો પોતાના હાથમાં લઈ લીધા છે. 1979માં જે IRGCની સ્થાપના સુપ્રીમ લીડરના પદની રક્ષા માટે થઈ હતી, આજે તે જ સંસ્થા સુપ્રીમ લીડરના અધિકારોનો ઉપયોગ કરી રહી છે.

- Advertisement -

iran.jpg

અમેરિકા અને ઈઝરાયેલ સાથેની જંગનું પરિણામ

ઈરાનમાં થયેલા આ સત્તા પરિવર્તન પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈઝરાયેલ સાથે ચાલી રહેલું યુદ્ધ છે. યુદ્ધ જેવી કટોકટીમાં લશ્કરી કમાન્ડરોનો પ્રભાવ સ્વાભાવિક રીતે વધી જતો હોય છે. અમેરિકાએ પણ આરોપ લગાવ્યો છે કે શાંતિ વાર્તામાં અડચણો ઉભી કરવા માટે IRGC જવાબદાર છે. ઈરાનની જનતામાં પણ સુપ્રીમ લીડરની લાંબી ગેરહાજરીને લઈને ચિંતા અને અફવાઓનું બજાર ગરમ છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.