પશુપાલકો માટે ખુશીના સમાચાર, સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ઐતિહાસિક ભાવ વધારો જાહેર કર્યો

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

કચ્છના પશુપાલકોની દિવાળી જેવી ખુશી! સરહદ ડેરીએ દૂધના ભાવમાં કર્યો ઐતિહાસિક વધારો.

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરી અને 830 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય થી પશુપાલકો ને દર મહિને 1 કરોડ રૂ. વધુ મળશે. કચ્છ જીલ્લા ના પશુપાલકો સરહદ ડેરી માં દૂધ ભરાવી ને સારી એવી આવક મેળવી રહ્યા છે. દૂધ ઉત્પાદકો દૂધ ના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે સરહદ ડેરી દ્વારા પશુપાલકો ના હિત માં નિર્ણય લેવાયો છે. સરહદ ડેરી દ્વારા ચૂકવવામાં આવનાર દૂધના નવા ભાવ ખરેખર ઐતિહાસિક છે.
WhatsApp Image 2026 05 15 at 11.16.03 AM.jpeg
દૂધ ના ખરીદ ભાવ માં પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાતા પશુપાલકો માં ખુશી જોવા મળી રહી છે.  તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી તારીખ 16.05.2026 થી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે વલમજી હુંબલે એક યાદીમાં જણાવ્યુ હતું.
India 14.jpg
ચાલુ વર્ષે ઉનાળા ની કપરી પરિસ્થિતી માં પશુપાલકો ને દૂધ ના વધુ ભાવો મળશે અને આર્થિક રીતે સધ્ધરતા પણ વધશે આ સાથે ઉનાળાની સિઝનમાં પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી આપણાં વિસ્તારમાં પડતી હોય છે જે ધ્યાને લઈ અને ભાવ વધારો કરવામાં આવેલ છે તેમજ તમામ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તા વાળું તેમજ વ્યાજબી ભાવો વાળું સરહદ દાણ પશુને ખવડાવાનો આગ્રહ રાખીએ આ સાથે છેલ્લા એક વર્ષથી સરહદ દાણના ભાવમાં વધારો કરવામાં આવેલ નથી વધુમાં, પશુપાલકોને રાહતરૂપ બનવા માટે ગત માસ દરમિયાન મકાઈ ભરડાના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો તેવું સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ.
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.