ભુજમાં પૂર્ણા યોજના અંતર્ગત શાળાએ ન જતી કિશોરીઓ માટે વિશેષ વોકેશનલ વર્કશોપ યોજાયો: આઈ.ટી.આઈ. કોર્સ અને પુનઃ પ્રવેશ અંગે અપાયું માર્ગદર્શન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

ભુજમાં પૂર્ણા યોજના અંતર્ગત શાળાએ ન જતી કિશોરીઓ માટે વિશેષ વોકેશનલ વર્કશોપ યોજાયો: આઈ.ટી.આઈ. કોર્સ અને પુનઃ પ્રવેશ અંગે અપાયું માર્ગદર્શન

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ‘પૂર્ણા યોજના’ અંતર્ગત ભુજ શહેરમાં શાળાએ ન જતી કિશોરીઓના સશક્તિકરણ અને સ્વાવલંબન માટે એક વિશેષ જીવન કૌશલ્ય અને વોકેશનલ વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના સરપટ ગેટ પાસે આવેલી ‘સેતુ’ સંસ્થા ખાતે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓ, તેમના વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી ચૂકેલી કિશોરીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ લાવવા તેમજ વિવિધ કૌશલ્ય વર્ધન તાલીમ દ્વારા રોજગારીની તકો પૂરી પાડી તેઓ આત્મનિર્ભર બને તે માટેનો હતો. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને શાળા પુનઃ પ્રવેશ તેમજ NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ) અને GSOS (ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ) ના માધ્યમથી આગળ અભ્યાસ કઈ રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.

- Advertisement -

bh7uj.jpg

આ પ્રસંગે ભુજ આઈ.ટી.આઈ. (ITI) ની ટીમ દ્વારા વિશેષ ઉપસ્થિત રહીને આઈ.ટી.આઈ.માં ચાલતા વિવિધ ટેકનિકલ અને બિન-ટેકનિકલ કોર્સની માહિતી ખૂબ જ સરળ શૈલીમાં પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, સરકારશ્રીની ‘નમો કૌશલ્ય વર્ધન શિષ્યવૃત્તિ યોજના’* તથા કિશોરીઓના ઉત્કર્ષ માટે કાર્યરત અન્ય સરકારી યોજનાઓ અને તેનાથી મળતા લાભો વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા યોજનાની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર સફળ આયોજન જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, સીડીપીઓશ્રી અને મુખ્ય સેવિકા બહેનોના સીધા સહયોગ, સક્રિય નેતૃત્વ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ભુજ આઈ.ટી.આઈ.ની ટીમ તરફથી આ કાર્યક્રમમાં પ્રશંસનીય સહકાર સાંપડ્યો હતો.

વર્કશોપના અંતે માર્ગદર્શનથી પ્રભાવિત થઈને ઉપસ્થિત કિશોરીઓમાંથી ઘણીબધી કિશોરીઓએ પોતાની પસંદગીના વિવિધ કોર્સમાં જોડાવાની ઉત્સુકતા દર્શાવી હતી અને ફોર્મ ભરવા માટે સ્થળ પર જ પોતાના નામ નોંધાવ્યા હતા. કિશોરીઓ પોતાના જીવનને વધુ શ્રેષ્ઠ અને ગૌરવવંતું બનાવી રોજગાર તરફ આગળ વધે તેવા ઉમદા આશય સાથે આ વિશેષ વર્કશોપ સંપન્ન થયો હતો.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.