ઈન્ડિગોની કેબ સર્વિસ શરૂ, માત્ર 49 રૂપિયાથી શરૂ થાય છે ભાડું
હવાઈ મુસાફરી દરમિયાન સૌથી મોટી ચિંતા એ હોય છે કે ફ્લાઈટ માટે સમયસર એરપોર્ટ પહોંચવું અને ઉતર્યા પછી ઘરે જવા માટે એક ભરોસાપાત્ર સવારી શોધવી. ઘણીવાર કેબ મળવામાં વિલંબ કે છેલ્લી ઘડીએ બુકિંગ કેન્સલ થવાનો ડર મુસાફરોને પરેશાન કરે છે. આ સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે દેશની દિગ્ગજ એરલાઈન કંપની ‘ઈન્ડિગો’ (IndiGo) એ પોતાની સેવાઓનો વિસ્તાર કરતા ‘Cabs with IndiGo’ની શરૂઆત કરી છે. હવે તમારે તમારી સંપૂર્ણ યાત્રા (ફ્લાઈટ અને ટેક્સી) માટે અલગ-અલગ પ્લેટફોર્મ પર ભટકવાની જરૂર નહીં પડે.
એક જ એપમાં તમારી સંપૂર્ણ યાત્રા
ઈન્ડિગોએ આ નવી સેવા માટે થર્ડ-પાર્ટી કેબ પ્રોવાઈડર ‘MojoBoxx’ સાથે ભાગીદારી કરી છે. આ સેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે એક જ પ્લેટફોર્મ એટલે કે ઈન્ડિગોની વેબસાઈટ અને મોબાઈલ એપ પર તમે માત્ર તમારી ફ્લાઈટ જ નહીં, પરંતુ એરપોર્ટ આવવા અને જવા માટે કેબ પણ નિશ્ચિત કરી શકશો. કંપનીનો ઉદ્દેશ્ય મુસાફરોને ‘એન્ડ-ટુ-એન્ડ’ કનેક્ટિવિટી આપવાનો છે, જેથી મુસાફરીનો અનુભવ વધુ આરામદાયક બને.
આ સેવાની સૌથી મોટી ખાસિયતો
ઈન્ડિગોની એરપોર્ટ કેબ સર્વિસમાં કેટલાક એવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે તેને બજારમાં ઉપલબ્ધ અન્ય કેબ એગ્રીગેટર્સ કરતા અલગ અને વધુ સારું બનાવે છે:
-
કિફાયતી શરૂઆત: ઈન્ડિગો પોતાની કેબ સર્વિસ માત્ર 49 રૂપિયાના પ્રારંભિક ભાડાથી ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જે મુસાફરોના ખિસ્સા પર ભારે નહીં પડે.
-
નો સર્જ પ્રાઈઝિંગ (No Surge Pricing): સામાન્ય રીતે તહેવારો કે પીક અવર્સમાં કેબના ભાવ આસમાને પહોંચી જતા હોય છે, પરંતુ ઈન્ડિગોએ વાયદો કર્યો છે કે તેમની કેબ સર્વિસમાં ‘સર્જ પ્રાઈઝિંગ’ની સમસ્યા નહીં હોય. એટલે કે તમારે દરેક સમયે નક્કી કરેલું વ્યાજબી ભાડું જ ચૂકવવાનું રહેશે.
-
100% ગેરંટીડ પિક-અપ અને ડ્રોપ: કેબ ન મળવાની ટેન્શન હવે ભૂતકાળ બની જશે. કંપની 100 ટકા ગેરંટીડ એરપોર્ટ પિકઅપ અને ડ્રોપની સુવિધા આપી રહી છે.
-
ફ્રી કેન્સલેશન: જો કોઈ કારણસર તમારી ફ્લાઈટનો સમય બદલાય કે તમારી યોજનામાં ફેરફાર થાય, તો તમે પિક-અપના સમય સુધી તમારી કેબને મફતમાં કેન્સલ કરી શકો છો.
-
વેઈટિંગ ટાઈમની સુવિધા: ઘણીવાર ફ્લાઈટમાંથી ઉતર્યા પછી સામાન લેવામાં મોડું થઈ જાય છે. તેને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોની કેબ સર્વિસમાં તમને 30 મિનિટનો ફ્રી વેઈટિંગ ટાઈમ પણ મળી રહ્યો છે.
-
સુરક્ષા અને ટ્રેકિંગ: આ સેવા દ્વારા તમને વેરિફાઈડ ડ્રાઈવર્સ મળશે અને તમે તમારી રાઈડને રિયલ-ટાઈમમાં ટ્રેક પણ કરી શકશો.
તમારી રાઈડ કેવી રીતે બુક કરવી?
ઈન્ડિગોએ આખી પ્રક્રિયાને ખૂબ જ સરળ અને યુઝર-ફ્રેન્ડલી રાખી છે. જો તમે પણ આ સેવાનો લાભ લેવા માંગતા હોવ, તો આ સ્ટેપ્સ ફોલો કરો:
-
સ્ટેપ 1: સૌથી પહેલા ઈન્ડિગોની સત્તાવાર વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર લોગ-ઈન કરો.
-
સ્ટેપ 2: હોમ પેજ પર ઉપલબ્ધ બુકિંગ વિજેટમાં તમને ‘Book a Cab’નો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
-
સ્ટેપ 3: તમારી એરપોર્ટ લોકેશન અને ડ્રોપ-ઓફ કે પિક-અપ લોકેશન દાખલ કરો. સાથે જ મુસાફરીની તારીખ અને સમય પસંદ કરો.
-
સ્ટેપ 4: ‘સર્ચ’ બટન દબાવતા જ તમારી સામે ઉપલબ્ધ તમામ કેબ્સનું લિસ્ટ અને તેમનું ભાડું આવી જશે. તમારી સુવિધા મુજબ કાર પસંદ કરો.
-
સ્ટેપ 5: ત્યારબાદ તમારું નામ, ઈમેલ આઈડી અને ફોન નંબર જેવી જરૂરી વિગતો ભરો.
-
સ્ટેપ 6: વિગતો ભર્યા પછી પેમેન્ટ પેજ પર જાઓ અને ચૂકવણી પૂર્ણ કરો. બુકિંગ કન્ફર્મ થતા જ તમારા ઈમેલ અને ફોન પર કેબ અને ડ્રાઈવરની વિગતો મોકલી આપવામાં આવશે.
મુસાફરીનું નવું ધોરણ
ઈન્ડિગોનું આ પગલું ‘સિટી મોબિલિટી’માં નવા ધોરણો સ્થાપિત કરવાની દિશામાં એક મોટો પ્રયાસ છે. ફ્લાઈટ બુક કરવાથી લઈને રહેવાની જગ્યા, અનુભવ અને એરપોર્ટ ટ્રાન્સફર સુધી—હવે બધું જ એક જ એપથી મેનેજ કરવું શક્ય બન્યું છે. આ એવા મુસાફરો માટે ખાસ મદદરૂપ છે જેઓ પહેલીવાર કોઈ શહેરમાં જઈ રહ્યા છે અથવા જેમને સમય બચાવવાની સખત જરૂર છે.
જો તમે પણ તમારી આગામી હવાઈ મુસાફરીને તણાવમુક્ત અને સરળ બનાવવા માંગતા હોવ, તો ઈન્ડિગોની આ કેબ સર્વિસને જરૂર અજમાવો. આ માત્ર એક સવારી નથી, પરંતુ તમારી મુસાફરીને નિર્વિઘ્ન બનાવવાનું એક આધુનિક માધ્યમ છે.

તમારી રાઈડ કેવી રીતે બુક કરવી?