તમારા ફોનમાં e-SIM ચાલશે કે નહીં? જાણો Jio નંબરને e-SIM માં બદલવાની સૌથી સરળ રીત
આજકાલ ટેક્નોલોજીની દુનિયા ઝડપથી વિકસી રહી છે. ફોનમાં વપરાતા નાના, પ્લાસ્ટિકના સિમ (SIM) કાર્ડનો યુગ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે અને તેનું સ્થાન આધુનિક ‘ઈ-સિમ’ (e-SIM – એમ્બેડેડ સિમ) લઈ રહ્યું છે. કોઈપણ ભૌતિક પ્લાસ્ટિક કાર્ડની જરૂરિયાત વિના કામ કરતું આ ડિજિટલ સિમ વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ભારતની અગ્રણી ટેલિકોમ કંપની ‘રિલાયન્સ જિયો’ (Reliance Jio) તેના ગ્રાહકોને એક અનુકૂળ સુવિધા આપે છે, જેના દ્વારા તેઓ કોઈપણ મુશ્કેલી વિના, ઘરે બેઠા જ પોતાના ભૌતિક સિમ કાર્ડને ઈ-સિમમાં રૂપાંતરિત કરી શકે છે.
જો તમે પણ જિયો યુઝર છો અને કોઈપણ દુકાન કે સ્ટોરના ચક્કર કાપ્યા વગર તમારા નંબરને ડિજિટલ e-SIM માં બદલવા માંગો છો, તો આ સરળ પ્રોસેસ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

સૌથી પહેલા ચેક કરો કે તમારો ફોન e-SIM સપોર્ટ કરે છે કે નહીં?
પ્રક્રિયા શરૂ કરતા પહેલા, એ જાણવું જરૂરી છે કે તમારો સ્માર્ટફોન e-SIM ને સપોર્ટ કરે છે કે નહીં. આજકાલ, Apple (iPhone XS અને ત્યાર પછીના તમામ મોડલ્સ), Google Pixel (Pixel 4 અને તેના પછીના મોડલ્સ), Samsung, OnePlus, Xiaomi અને Motorola જેવી બ્રાન્ડ્સના ઘણા પ્રીમિયમ અને મિડ-રેન્જ સ્માર્ટફોનમાં e-SIM ની સુવિધા ઉપલબ્ધ હોય છે. તમે Jio ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તમારા ઉપકરણમાં આ સુવિધા છે કે નહીં તે સરળતાથી ચકાસી શકો છો.
e-SIM માં કન્વર્ટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
૧. મજબૂત વાઇ-ફાઇ (Wi-Fi) સાથે કનેક્ટ કરો ફોન: પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારા ફોનને કોઈપણ હાઇ-સ્પીડ વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડી લો. આવું એટલા માટે જરૂરી છે કારણ કે એક્ટિવેશન દરમિયાન તમારી જૂની ફિઝિકલ સિમનું નેટવર્ક થોડીવાર માટે જતું રહેશે અને નવી ડિજિટલ પ્રોફાઇલ ડાઉનલોડ કરવા માટે ઇન્ટરનેટની જરૂર પડશે.
૨. જિયોની વેબસાઈટ પર જાઓ: હવે તમારા ફોન અથવા લેપટોપના બ્રાઉઝરમાં જિયોનું ઓફિશિયલ e-SIM રિક્વેસ્ટ પેજ ઓપન કરો. ત્યાં તમને અલગ-અલગ મોબાઇલ બ્રાન્ડ્સની એક લિસ્ટ દેખાશે.
૩. ડિવાઈસ પસંદ કરો અને નંબર દાખલ કરો: લિસ્ટમાંથી તમારા સ્માર્ટફોનની કંપની અને તેનું સાચું મોડેલ સિલેક્ટ કરો. આ પછી તે જિયો મોબાઇલ નંબર દાખલ કરો જેને તમે e-SIM માં બદલવા માંગો છો.
૪. OTP થી વેરિફિકેશન કરો: નબર નાખતા જ તમારી સ્ક્રીન પર અને રજિસ્ટર્ડ ફોન પર એક વન-ટાઇમ પાસવર્ડ (OTP) આવશે. સ્ક્રીન પર આપેલા બોક્સમાં આ OTP ભરીને તમારી રિક્વેસ્ટને સફળતાપૂર્વક વેરિફાઈ કરી લો. જેવું વેરિફિકેશન પૂરું થશે, જિયો તમારા હેન્ડસેટ મુજબ એક ખાસ e-SIM એક્ટિવેશન પ્રોફાઇલ અને QR કોડ જનરેટ કરી આપશે.
ફોનમાં આ રીતે કરો e-SIM પ્રોફાઇલ એક્ટિવેટ
QR કોડ મળ્યા પછી તમારે તમારા ફોનની સેટિંગ્સમાં જઈને તેને એક્ટિવેટ કરવું પડશે:
આઇફોન (iPhone) યુઝર્સ માટે: તમારા ફોનની Settings માં જાઓ, ત્યાંથી Mobile Data અથવા Cellular ઓપ્શન પર ટેપ કરો અને પછી Add eSIM સિલેક્ટ કરો. આ પછી જિયો તરફથી મળેલા QR કોડને સ્કેન કરો અને સ્ક્રીન પર આવતી સૂચનાઓનું પાલન કરો.
એન્ડ્રોઇડ (Android) યુઝર્સ માટે: તમારા ફોનના સેટિંગ્સ (Settings) ખોલો અને ‘Network & Internet’ વિભાગમાં જાઓ. અહીં તમને ‘Add e-SIM’ અથવા ‘Mobile Network’ નો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો અને Jio QR કોડ સ્કેન કરો.
કોડ સ્કેન થતા જ તમારા ફોનમાં ડિજિટલ સિમ પ્રોફાઇલ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે. પ્રક્રિયા પૂરી થયા પછી તમારા ફોનને એકવાર રીસ્ટાર્ટ (Restart) જરૂર કરી લો. બસ થોડી જ મિનિટોમાં તમારું જિયો e-SIM એક્ટિવ થઈ જશે અને તમારા ફોનમાં નેટવર્ક આવી જશે!

