ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ૧૭ દેશો પર લાદ્યો ટેરિફ, જાણો કયા દેશ પર કેટલો લાગ્યો બોજ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપાર નીતિઓમાં એક મોટો અને આકરો નિર્ણય લેતાં ભારત સહિત વિશ્વના ૧૭ અગ્રણી દેશો પર વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. વૈશ્વિક વેપાર અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં બળજબરીથી કરાવાતી મજૂરી (Forced Labor) અને અન્યાયી વેપાર પ્રથાઓ સામે અમેરિકાએ આ મોટો નિર્ણય લીધો છે.
મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા રાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે એક ધડાકો કર્યો છે. ટ્રમ્પ પરિબળે બળજબરીથી કરાવાતી મજૂરી (Forced Labor) દ્વારા ઉત્પાદિત સામાનની આયાત રોકવામાં નિષ્ફળ રહેલા કે કડક પગલાં ન લેનારા વિશ્વના ૧૭ દેશો પર વધારાનો ટેરિફ ઝીંકી દીધો છે.
અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા ૧૯૭૪ ના વેપાર કાયદાની કલમ ૩૦૧ (Section 301) હેઠળ આ આકરો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે શુક્રવાર, ૨૪ જુલાઈથી સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે.

કયા દેશો પર લાગ્યો ટેરિફ અને કેટલો લાદવામાં આવ્યો?
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના આદેશ મુજબ, અમેરિકાએ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આર્જેન્ટિના, કંબોડિયા, કેનેડા, ઇક્વાડોર, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ઇન્ડોનેશિયા, જોર્ડન, મલેશિયા, મેક્સિકો, ત્રિનિદાદ અને ટોબેગો તથા યુનાઇટેડ કિંગડમ (UK) પર ૧૦ ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે.
આ ઉપરાંત, યોગ્ય શ્રમ ધોરણો અને કાયદાકીય માળખું અમલી ન કરનારા કેટલાક અન્ય દેશો માટે આ ટેરિફનો દર વધુ આકરો રાખીને ૧૨.૫ ટકા સુધી કરવામાં આવ્યો છે. ટ્રમ્પ તંત્ર દ્વારા આ નિર્ણય લેતા પહેલાં વિશ્વના કુલ ૬૦ વેપાર ભાગીદાર દેશોની શ્રમ નીતિઓ અને માનવ અધિકારોની ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવનું સ્પષ્ટતા
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જાનસન ગ્રીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કડક પગલું વૈશ્વિક સ્તરે માનવ અધિકારોના ઉલ્લંઘનને અટકાવવા અને અમેરિકા સાથે થતી અન્યાયી વેપાર પ્રથાઓને નાબૂદ કરવા માટે લેવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “મને અમેરિકી વેપાર પ્રતિનિધિ દ્વારા ભલામણ અને સલાહ આપવામાં આવી છે કે આ દેશોમાંથી આવતા માલ-સામાન પર ૧૦ ટકા ટેરિફ લાદવો આવશ્યક છે. આ પગલાથી આ તમામ અર્થતંત્રો પોતાના દેશમાં બળજબરીથી કરાવાતી મજૂરી સામે કડક પ્રતિબંધો અને કાયદાઓ વધુ અસરકારક રીતે લાગુ કરવા માટે પ્રોત્સાહિત થશે.”

ભારત પર ૧૨.૫ ટકાને બદલે ૧૦ ટકા ટેરિફ કેમ લાદવામાં આવ્યો?
આ નિર્ણયમાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે, શરૂઆતમાં અમેરિકી વહીવટીતંત્ર દ્વારા ભારત પર ૧૨.૫ ટકાનો ઉચ્ચ ટેરિફ સ્લેબ લાગુ કરવાની યોજના બનાવવામાં આવી હતી.
જોકે, યુએસ અધિકારીએ આપેલા સ્પષ્ટતા મુજબ, ભારત સરકાર અને અમેરિકા વચ્ચે શ્રમ પ્રથાઓ, માનવ અધિકારો અને દ્વિપક્ષીય વેપાર નીતિઓ પર ઉચ્ચ સ્તરીય સાનુકૂળ વાટાઘાટો થઈ હતી. ભારતના સકારાત્મક વલણ અને કાયદાકીય સુધારાઓ માટેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, કલમ ૩૦૧ હેઠળ ભારતને રાહત આપીને ૧૨.૫ ટકાના બદલે નીચા સ્લેબ એટલે કે ૧૦ ટકા વધારાના ટેરિફમાં મુકવામાં આવ્યું છે.
વૈશ્વિક વેપાર પર આ નિર્ણયની સીધી અસર
અમેરિકા દ્વારા આટલા મોટા પાયે ૧૭ દેશો પર ટેરિફ ઝીંકવામાં આવતા વૈશ્વિક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બજાર પર તેની સીધી અસર જોવા મળશે. ખાસ કરીને કાપડ (Textiles), એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ સામાનની નિકાસ કરતા દેશો માટે અમેરિકી બજારમાં સ્પર્ધા કરવી હવે સહેજ મોંઘી બનશે. ભારતીય નિકાસકારો અને ઉદ્યોગ જગત હવે આ નવા ટેરિફ સ્લેબની સ્થાનિક ઉદ્યોગો પર પડનારી અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે.