અમદાવાદ ના વેજલપુર માં આયોજિત વેક્સિનેશન કેમ્પ માં વેકશીન લેવા મોટી સંખ્યા માં લોકો ઉમટી પડતા ભારે અફરા તફરી મચી ગઇ હતી અહીં વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં ઉમટી પડેલા લોકો પહેલા મને વેકશીન મુકો ની બૂમો પાડી લોકો એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ જતા અવ્યવસ્થા સર્જાઈ હતી અને વેક્સિન લેવા માટે પડાપડી થતા ભારે ભીડ ના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં કોરોના ગાઇડ લાઈન નો ભંગ થયો હતો.
ફ્રેન્ડ્સ ગ્રુપ અને AMC ના સંયુક્ત ઊપક્રમે આયોજિત વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં આ વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, પરંતુ આયોજન અને વ્યવસ્થા અભાવે 300 લોકો એકસાથે આવી જતા મામલો કાબુ બહાર જતા અવ્યવસ્થા ઉભી થઇ હતી.
રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાન ઉપર ભાર મૂકાઈ રહ્યો છે અને વેક્સિનેશનના મહાઅભિયાન અંતર્ગત તમામ લોકો સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે અમદાવાદમાં 300 જેટલાં વેક્સિનેશન સેન્ટરો ચાલી રહ્યાં છે, જેથી તમામ લોકોને ઝડપી વેક્સિન મળી રહે, પરંતુ આ વેક્સિનેશન કેમ્પના આયોજનના અભાવને કારણે શહેરના વેજલપુર વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.